________________
૪
ચૈત્યવંદન વિધિસહિત
એવં મએ અભિશુઆ, વિષ્ણુય રયમલા પહીણ જર મરણા, ચઉવીસં પિ જિણવરા, તિત્શયરા મે પસીયંતુ. (૫) કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા, આરૂગ્ગ બોહિલાભં, સમાહિવર મુત્તમં દિંતુ. (૬) ચંદેસુ નિમ્મલયરા, આઇસ્ચેસુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિં મમ દિસંતુ. (૭)
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવા ચોવીશે તીર્થંકરોનું હું કીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદનસ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરુંછું. (૨)
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથનેતથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (s)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)