________________
ચૈત્યવંદન વિધિસહિત
એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩)
જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫)
-
૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી, ૪- છીંક આવવાથી, ૫ – બગાસુ આવવાથી, 5 – ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮-ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧)
૧૦ – સૂક્ષ્મ રીતે શ૨ી૨નો સંચાર, ૧૧ - થૂંક-કફનો સંચાર, ૧૨ - દષ્ટિનો સંચાર થવાથી. (૨)
૩
આ આગાર તથા બીજા ચાર આગાર સિવાય મારો કાયોત્સર્ગ અખંડિત અને વિરાધના વગરનો હોજો. (૩)
જ્યાં સુધી અરિહંત ભગવંતને નમસ્કાર કરવા વડે ન પારું. (૪) ત્યાંસુધી મારી કાયાને સ્થાન વડે, મૌન વડે, ધ્યાન વડે આત્માને વોસિરાવું છું. (૫)
(અહીં એક લોગસ્સનો ‘ચંદ્રેસ નિમ્મલયરા’ સુધીનો કાઉસ્સગ્ગ અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો અને પછી નીચે મુજબ પ્રગટ લોગસ્સ કહેવો)
૨૪ જિનેશ્વરોની નામ પૂર્વક સ્તુતિ લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્શયરે જિણે, અરિહંતે કિત્તઇસ્યું, ચઉવીસંપિ કેવલી. (૫) ઉસભ મજિએં ચ વંદે, સંભવ મભિણંદણં ચ સુમઈ ચ, પઉમપ્પહં સુપાસું, જિણં ચ ચંદુપ્પહ વંદે. (૨) સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ સિજ્જીસ વાસુપૂજ્યું ચ, વિમલમણુંતં ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ. (૩) કુંશું અરેં ચ મલ્લિ, વંદે મુણિસુવ્વયં નમિજિણું ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસું તહ વન્દ્વમાણું ચ. (૪)