________________
ચૈત્યવંદન વિધિસહિત
જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં), જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલ ફૂગ, સિંચત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. (૩,૪) એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)
૨
લાતે માર્યા હોય, ધૂળે કરીને ઢાંક્યા હોય, જમીન સાથે ઘસ્યા હોય, માંહે માંહે એકઠા કર્યા હોય, થોડા સ્પર્શથી દુઃખી કર્યા હોય, પરિતાપ ઉપજાવ્યો હોય, મરેલા જેવા કર્યા હોય, ત્રાસ પમાડ્યા હોય, એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા હોય, જીવિતવ્યથી (પાલકથી) જુદા કર્યા હોય તે સંબંધી મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ. એટલે એ પાપની માફી માંગુ છું. (૭)
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં,
પાવાણું કમ્માણ, નિગ્ધાયણટ્ટાએ, ઠામિ કાઉસ્સગ્યું. (૧)
(જેવિરાધનાનું પાપ થયું હોય) તે પાપનેવિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે, આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સર્ગ-કાયાનો ત્યાગ (કાયોત્સર્ગમાં કેટલાંઆગાર (અપવાદ-વિકલ્પ) રહેછે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
કાઉસ્સગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિદ્ઘિ સંચાલેહિં. (૨)