________________
xxvii
૨.અનુજ્ઞાપન-સ્થાન
અણજાણહ મે મિઉમ્મહ - મને આપની સમીપ આવવાની અનુજ્ઞા આપો. મિત અવગ્રહમાં દાખલ થવું એટલે ગુરૂની મર્યાદિત ભૂમિમાં જવું.
ગુરૂ અહીં પ્રત્યુત્તર આપે છે કે – “અણુજાણામિ’ – અનુજ્ઞા આપું છું. નિસીરિ-સર્વઅશુભ વ્યાપારોનો ત્યાગ કરું છું.
વંદનક્રિયા ભાવપૂર્વક કરવી હોય તો મનને સંપૂર્ણ રીતે તેમાં જ જોડવું જોઈએ. પરંતુ તે સ્થિતિ ત્યારે જ ઉત્પન્ન થાય છે, કે જ્યારે મનને અન્ય સઘળી પ્રવૃત્તિઓમાંથી પાછું ખેંચી લેવામાં આવે. અહીં નિસીહિ' શબ્દ આવી સ્થિતિને સૂચવવા અર્થે વપરાય છે.
અહોકાયં કાય-સંફાસ ખમણિજ્જો ભે! કિલામો - હે ભગવંત ! આપના ચરણને મારી કાયાનો સ્પર્શ થતાં કિલામણ-ખેલ-તકલીફ થાય, તે સહન કરી લેશો.
‘નિસીહિ' બોલ્યા પછી ત્રણ પાછળના, ત્રણ આગળના અને ત્રણ ભૂમિના એ રીતે નવ સંડાસા (સંદંશ-ઊરુ-સંધિ, જાંધ અને ઊરુની વચ્ચેનો ભાગ)નું પ્રમાર્જન કરી શિષ્ય ગોદોહિકા-આસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને રજોહરણ ગુરૂ-ચરણ આગળ મૂકી તેમાં ગુરૂ-ચરણની સ્થાપના કરે છે. પછી તે પર મુહપત્તી મૂકી એક એક અક્ષર સ્પષ્ટ સ્વરે જુદો જુદો બોલે છે. તે આ રીતે -
અ-રજોહરણને સ્પર્શ કરતાં બોલે છે. હો-લલાટને સ્પર્શ કરતા બોલે છે. કા-રજોહરણને સ્પર્શ કરતા બોલે છે. યં-લલાટને સ્પર્શ કરતા બોલે છે. કા-રજોહરણને સ્પર્શ કરતા બોલે છે. ય-લલાટને સ્પર્શ કરતા બોલે છે. ચિત્ર નં-૩,૪,૫
પછી ગુરૂચરણની સ્થાપના પર બે સવળા હાથ રાખી નમસ્કાર કરતા બોલે છે કે- “સંફાસ”. અહીં પ્રથમ નમસ્કાર થાય છે. ચિત્ર નં- ૬