________________
૩૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા- પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ-ઠામ ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ અને બિયાસણવાળાએ અને સૂર્યાસ્ત આસપાસચારે આહારછોડનારે આપ્રત્યાખ્યાન કરવું.)
તિવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ ચરિમં પચ્ચકખાઇ (પચ્ચખામિ) તિવિહંપિ આહાર અસણં, ખાઇમં, સાઇમં,
અન્નત્થણાભોગેણં,
સહસા-ગારેણં, મહત્તરા-ગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ-દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ-પર્યત પચ્ચકખાણ કરે છે (કરું છું. તેમાં ત્રણ પ્રકારનાઆહારએટલેઅશન (ભૂખને શમાવવામાં સમર્થભાતઆદિદ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજપ્રવેશ કરે તે), મહારાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિનજરહેવીતે) આઆગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (ક). (નોંધ : આયંબિલ-નીવિ-એકાસણું અને બીજું બિયાસણું કરીને ઊઠતી વખતે અને છૂટાવાળાએ રાત્રિ દરમ્યાન પાણી પીવાની છૂટ રાખનારે આ પચ્ચકખાણ અવશ્ય કરવું જોઇએ.)