________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૦૭
દુવિહાર પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે દિવસ-ચરિમં પચ્ચકખાઇ (પચ્ચકખામિ) દુવિહં પિ આહાર અસણં, ખાઇમં,
અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિ પર્યત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેમાં બે પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વગેરે) અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે
ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવીતે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ : પૂ.ગુરુભગવંતની આજ્ઞા મેળવ્યા પછી, રાત્રે સમાધિ ટકે અને ચોવિહાર સુધી પહોંચવાની શક્તિ પ્રાપ્ત થાય, તે માટે આ પચ્ચકખાણ, ઔષધ-પાણી લેનારે કરવું).