________________
૩૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અર્થ - મુક્રિસહિત પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). નોંધ: દિવસ દરમ્યાન જ્યારે પણ મુખ શુદ્ધહોય ત્યારે આ પચ્ચકખાણ કરવું હિતાવહ છે.
મુક્રિસહિઅં પચ્ચકખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે મુસિહિઅં પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ,
તીરિઅ, કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડં. અર્થ - મુકિસહિત પ્રત્યાખ્યાન મેં સ્પર્ફે (વિધિ વડે ઉચિત કાલે જે પચ્ચખાણ લીધું હોય તે) છે, પાળ્યું (કરેલા પચ્ચકખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચકખાણ પારવું તે) છે, કીત્યું (ભોજનના સમયે પચ્ચખાણ પૂરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ.
(નોંધ-મુદિસહિઅપચ્ચકખાણ પારવા આ સૂત્ર કંઠસ્થ કરવું ખૂબ જ જરૂરી છે.)