________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૩૦૩
અર્થ - દેશથી સંક્ષિપ્ત કરેલી ઉપભોગ અને પરિભોગની વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાકાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજપ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ - સચિત્તવલ્વવિયા...વગેરે ૧૪ નિયમોની ધારણા કરનારે સવારસાંજ આ પચ્ચખાણ લેવું.)
ધારણા-અભિગ્રહ પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે ધારણા અભિગ્ગહં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરા-ગારેણં,
સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ). અર્થ - અમુક સમયની મર્યાદા માટે ધારેલ અભિગ્રહનું પચ્ચખાણ (પ્રત્યાખ્યાન) કરે છે (કરું છું). તેનો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું). (નોંધ: વિગઈ ત્યાગ, દ્રવ્ય સંક્ષેપ, અનાચારોનો ત્યાગ, કર્મવશ રાત્રે ખાધા પછી ખાવાનો ત્યાગ, આદિની ધારણા કરી પચ્ચકખાણ લેવા માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી અને જરૂરી છે.)
મુક્રિસહિઅં પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે મુક્રિસહિઅં પચ્ચખાઇ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં,
સહસાગારેણં, મહત્તરાગારેણં, સત્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ).