________________
૩૦૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરુંછું).
તેમાં પાણીનો આહાર એક પ્રહર દોઢ પ્રહર | બે પ્રહર | ત્રણ પ્રહર મુદ્ધિસહિત પ્રત્યાખ્યાનનો અનાભોગ (ઉપયોગવિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કોઈ ચીજ પ્રવેશ કરે તે),પચ્છન્નકાલ (મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિમોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન ( “બહુપડિપુન્ના પોરિસિ” એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું. અચિત્ત પાણીના છ આગાર લેપ (ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (ત્રણ ઉકાળાવાળું નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (ચોખાફળ વિગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિક્ય (દાણા સહિત અથવા આટાના કણ સહિત પાણી તે) અને અસિજ્જ (લુગડાથી ગળેલદાણા કે આટાના કણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરુંછું). (નોંધ – એક સાથે એકથી વધારે ઉપવાસનું પચ્ચકખાણ લીધા પછી બીજા દિવસે પાણી પીતાં પહેલાં “પાણહાર પોરિસિંથી વોસિરામિ' સુધીનું પચ્ચકખાણ અવશ્ય લેવું જોઈએ. આ પચ્ચકખાણ પારવાનું સૂત્ર એક ઉપવાસમાં જણાવ્યા મુજબ જાણવું. તેમાં અલ્પત્તદ્રુના બદલે જેટલા ઉપવાસ કર્યા હોય તે તે બોલવું જરૂરી છે.)
દેશાવગાસિક પચ્ચખાણ સૂત્ર અર્થ સાથે દેસાવગાસિય ઉપભોગ, પરિભોગ પચ્ચકખાઇ (પચ્ચખામિ)
અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ).