________________
૨૯૮
થવું તે), પારિષ્ઠાપનિકાકાર (વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તે વાપરવો તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). લેપ (પાણીના લેપથી), અલેપ (અલેપકૃત પાણી તે), અચ્છ (ત્રણ ઉકાળાવાળું નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (ચોખા વગેરેનું ધોવણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિક્સ્થ (દાણા સહિત અથવા આટાના કણ સહિત પાણી તે) અને અસિક્સ્થ (લુગડાથી ગળેલ દાણા કે આટાના કણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું) .
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તિવિહાર-ઉપવાસ પચ્ચક્ખાણ સૂત્ર અર્થ સાથે
સૂરે ઉગ્ગએ (ચોથ-અબ્મત્તż) અખ્મત્તભ્રં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ)
તિવિહંપિ આહારં અસણં, ખાઇમં, સાઇમં અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, પારિકા-વણિયાગારેણું મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણું પાણહાર પોરિસિં, સાદ્ઘપોરિસિં મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ).
અર્થ – સૂર્યોદયથી માંડીને બીજા દિવસના સૂર્યોદય સુધી ઉપવાસનું પચ્ચક્ખાણ