________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૯૭
પ્રચ્છન્નકાલ (મેઘ-વાદળ આદિથી ઢંકાયેલો કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (‘બહુપડિપુના પોરિસિ' એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચકખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવીતે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).
આયંબિલનું પ્રત્યાખ્યાન કરે છે સિવાય કે અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહાસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), લેપાલેપ (ખરડાયેલી કડછી વગેરેને લૂછીને વહોરાવેલો આહાર ગ્રહણ કરતાં મુનિને (આયંબિલ કે નીવિનો) ભંગ ન થાય તે), ગૃહસ્થ-સંસૃષ્ટ(શાક, માંડાદિક ઘી- તેલથી સંસ્કારિત કર્યા હોય તો તે મુનિને(નવિ આદિ) માં ભંગ ન થાય તે ) ઉસ્લિપ્ત-વિવેક (શાક, રોટલી ઉપરથી પિંડ વિગઈને ગૃહસ્થ ઉપાડીને અલગ મૂકી હોય તો તે વહોરતાં મુનિને (નીવિ આદિનો) ભંગ ન થાય તે), પારિષ્ઠાપનિકાકાર (વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો ગુરુભગવંતની આજ્ઞાએ) ને વાપરવો તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-પ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). એકાસણનું પચ્ચકખાણ કરે છે (કરું છું). ત્રણેય પ્રકારના આહારને - અશન, ખાદિમ અને સ્વાદિમને, સિવાય કે અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), સાગારિકાકાર (ગૃહસ્થાદિની નજર લાગવાથી મુનિને એકાસણાદિમાં ઊઠવું પડે તે), આકુંચન-પ્રસારણ (હાથ-પગ વિગેરે અંગોને સંકોચવા કે ફેલાવવા તે), ગુરુ-અભ્યત્થાન (વડીલ ગુરુજી આવે ત્યારે તેમનો વિનય સાચવવા એકાસણાદિમાં ઊભા