________________
૨૯૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઉગ્ગએ સૂરે ચઉન્વિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં,
અન્નત્થણા ભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, આયંબિલં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસòણું, ઉત્તિ-વિવેગેણં, પારિટ્ઠાવણિયા-ગારેણં, મહત્તરાગારેણં સવ્વ-સમાહિ-વત્તિયાગારેણં, એગાસણ, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), તિવિહં પિ આહારં, અસણં, ખાઈમ, સાઇમં,
અન્નત્થણા-ભોગેણં, સહસાગારેણં, સાગારિયા-ગારેણં, આઉંટણ-પસારેણં,
ગુરુ-અબ્ભટ્ટાણેણં, પારિટ્ટા-વણિયાગારેણં, મહત્તરા-ગારેણં, સવ્વ સમાહિ વત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા,
અલેવેણ વા, અસ્ત્રેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ).
અર્થ - સૂર્યોદયથી બે ઘડી, એક પ્રહર, દોઢ પ્રહર સુધી મુક્રિસહિત પચ્ચક્ખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે) નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે),