________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૯૫
એકાસણું-બિયાસણું એકલઠાણું પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગે પુરિમઠું, અવટું, મુટ્ટિસહિઅં પચ્ચકખાણ કર્યું.
ચઉવિહાર, આયંબિલ, નીવિ, એકાસણ, બિયાસણ પચ્ચખાણ કર્યું તિવિહાર, પચ્ચકખાણ ફાસિએ,
પાલિએ, સોહિએ, તીરિએ, કટ્ટિએ, આરાહિઅં,
જં ચ ન આરાહિ તસ્સ મિચ્છા મિ દુક્કડ. અર્થ - સૂર્યોદય પછી બે ઘડી/એક પ્રહર દોઢ પ્રહર બે પ્રહર ત્રણ પ્રહર મુદ્ધિસહિત પચ્ચક્ખાણમાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. (જ પચ્ચખાણ કર્યું હોય તેજ બોલવું) આયંબિલ નીવિ / એકાસણ / બિયાસણ પાણી સિવાયના ત્રણ આહારના ત્યાગ સાથે કર્યું છે. મારું આ પચ્ચકખાણ મેં સ્પર્યું (વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચકખાણ લીધું હોય તે) છે, પાળ્યું ( કરેલાં પચ્ચખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (ગુરુને (વડીલજનને) આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીર્થ (કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કીત્યું (ભોજનના સમયે પચ્ચકખાણ પૂરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું (ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયુ ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ અર્થાતુ નાશ પામો. (નોંધ – “નમુક્કારસહિ” થી “અવઢ” સુધીનો પાઠ સળંગ ન બોલતાં જે પચ્ચકખાણ કર્યુ હોય તે જ બોલવું. તેમજ આયંબિલથી બિયાસણ સુધીમાં પણ એકાસણ-અથવા બિયાસણ બોલવું, પણ આયંબિલકે નીવિ કરેલ હોય તો આયંબિલ કે નીવિ બોલવા સાથે એકાસણ અવશ્ય બોલવું. વાપર્યા પછી તિવિહાર/મુકિસહિઅંનું પચ્ચકખાણ લેવું હિતકર છે.)
આયંબિલ પચ્ચકખાણ સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં,
મુક્રિસહિઅં પચ્ચખાઈ (પચ્ચખામિ)