________________
૨૯૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આદિનો) ભંગ ન થાય તે), પ્રતીત્ય-પ્રક્ષિત (કાંઈક ઘી આદિથી આંગળીઓ દ્વારા કણીક મસળી હોય તે વસ્તુ વાપરતાં મુનિને (નીવિ-વિગઇત્યાગનો) ભંગ ન થાય, પણ આયંબિલનો ભંગ થાય તે,) પારિષ્ઠાપનિકાકાર ( વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય (તો ગુરુભગવંતની આજ્ઞાએ) ને વાપરવો તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). એકાસણ/બિયાસણનું પચ્ચકખાણ કરે છે (કરું છું). તેના અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), સાગારિકાકાર (ગૃહસ્થાદિની નજર લાગવાથી મુનિને એકાસણાદિમાં ઊઠવું પડે તે), આકુંચન-પ્રસારણ (હાથ-પગ વિગેરે અંગોને સંકોચવા કે ફેલાવવા તે), ગુરુ-અભુત્થાન (વડીલ ગુરુજી આવે ત્યારે તેમનો વિનય સાચવવા એકાસણાદિમાં ઊભા થવું તે), પારિષ્ઠાપનિકાકાર (વિધિએ કરીને ગ્રહણ કરેલો આહાર પરઠવવા યોગ્ય હોય તો ગુરૂભગવંતની આજ્ઞાએ) તેવાપરવો તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિપ્રત્યાકાર (કોઈપણ રીતે સમાધિન જ રહેવી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું). અચિત્ત પાણીના છ આગાર લેપ (ઓસામણ આદિ લેપકૃત (વાસણમાં લેપ રહે તે) પાણી તે), અલેપ (કાંજી (છાશની આસનું પાણી તે) નું અલેપકૃત પાણી તે), અચ્છ (ત્રણ ઉકાળાવાળું નિર્મળ ઉષ્ણ પાણી તે), બહુલેપ (ચોખાફળ વગેરેનું ધોવાણ, તે બહુલેપકૃત પાણી હોય તે), સસિન્થ (દાણા સહિત અથવા આટાના કણ સહિત પાણી તે) અને અસિન્થ (લુગડાથી ગળેલદાણા કે આટાના કણવાળું પાણી તે) પૂર્વક ત્યાગ કરે છે (કરું છું).