________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પુરિમટ્ટુ અને અવઢ્ઢ પચ્ચક્ખાણનું સૂત્ર અર્થ સાથે સૂરે ઉગ્ગએ, પુરિમઢું,
અવં મુટ્ટિસહિઅં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ચઉવિહં પિ આહારં અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ (વોસિરામિ).
૨૯૧
અર્થ - સૂર્યોદયથી મધ્યાહ્ન સમય એટલે બે પ્રહર સુધી (પુરિમa) / અથવા અપરાર્ધએટલે ત્રણ પ્રહર સુધી (અવઢ) મુઢિસહિત પચ્ચક્ખાણ કરે છે (કરુંછું). તેમાં ચારેય પ્રકારના આહાર એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પચ્છન્નકાલ (મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુવચન (‘બહુપડિપુન્ના પોરિસિ' એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચક્ખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય) મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વસમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે) આ છ આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
પોરિસિ-સાદ્ધપોરિસિ-પુરિમટ્ટુ અને અવજ્ર પચ્ચક્ખાણ પારવાનુંસૂત્રઅર્થસાથે
ઉગ્ગએ સૂરે પોરિસિં, સાદ્ઘપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમઠું, અવઢું મુક્રિસહિઅં પચ્ચક્ખાણ કર્યું ચોવિહાર, પચ્ચક્ખાણ સિરું,