________________
૨૯૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
વંદન કરવારૂપ વિનય કરીને પચ્ચક્ખાણ લેવું તે વિનય-શુદ્ધિ; ૪- ગુરુ પચ્ચક્ખાણ આપે ત્યારે મંદસ્વરે મનમાં પચ્ચક્ખાણ બોલવું તે અનુભાષણ શુદ્ધિ; ૫-સંકટમાં પણ લીધેલ પચ્ચક્ખાણને બરાબર પાળે તે અનુપાલન શુદ્ધિ અને ૬–આલોક-પરલોકના સુખની ઈચ્છાવિના (કેવળ કર્મક્ષય માટે) પાળે તે ભાવ શુદ્ધિ કહેવાય છે.)
પોરિસિ અને સાદ્ગપોરિસિ પચ્ચક્ખાણનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કાર સહિયં પોરિસિં, સાઙ્ગ-પોરિસિં મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ઉગ્ગએ સૂરે, ચઉલ્વિ ં પિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણું, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણું વોસિરઈ (વોસિરામિ).
અર્થ - સૂર્યોદયથી એક પ્રહર (દિવસનો ચોથો ભાગ) સુધી પોરિસિ, દોઢ પ્રહર (દિવસના છ આની ભાગ) સુધી સાઢપોરિસિ – મુક્રિસહિત નામનું પચ્ચક્ખાણ કરે છે (કરું છું) . તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ રોટલી,ભાત આદિ દ્રવ્યો), પાન (સાદુ પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય અને ફલ વિગેરે) અને સ્વાદિમ (દવા-પાણી સાથે)નો અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતી મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), પ્રચ્છન્નકાલ (મેઘ-વાદળ આદિથી ઢંકાયેલા કાળની ખબર ન પડવી), દિગ્મોહ (દિશાનો ભ્રમ થવો), સાધુ-વચન (‘બહુપડિપુન્ના પોરિસિ’ એવું પાત્રા પડિલેહણ સમયે સાધુ ભગવંતનું વચન સાંભળવાથી પચ્ચક્ખાણ આવી ગયું છે, તેમ સમજી ગયા હોય), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (= કોઈપણ રીતે સમાધિ નજ રહેવી તે) આછઆગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).