________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૮૯
અર્થ- સૂર્યોદયથી બે ઘડી (૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિત-મુક્રિસહિત નામનું પચ્ચખાણ કરે છે (કરું છું). તેમાં ચારેય પ્રકારના આહારનો એટલે અશન (ભૂખને શમાવવામાં સમર્થ ભાત આદિ દ્રવ્યો), પાન (સાદું પાણી, અનેક પ્રકારનાં પાણી), ખાદિમ (શેકેલા ધાન્ય, સુકા મેવા અને ફલ વગેરે) અને સ્વાદિમ (દવા પાણી સાથે મુખવાસ)નો, અનાભોગ (ઉપયોગ વિના ભૂલી જવાથી કોઈ ચીજ મુખમાં નંખાય તે), સહસાત્કાર (પોતાની મેળે ઓચિંતુ મુખમાં કાંઈ ચીજ પ્રવેશ કરે તે), મહત્તરાકાર (મોટી કર્મનિર્જરાનું કારણ આવવું તે) અને સર્વ-સમાધિ-આગાર (કોઈપણ રીતે સમાધિ ન જ રહેવી તે), આચાર આગાર (છૂટ) રાખી ત્યાગ કરે છે (કરું છું).
નવકારશી પચ્ચખાણ પારવાનું સૂત્ર અર્થ સાથે ઉગ્ગએ સૂરે નમુક્કારસહિએ મુઠિસહિઅં પચ્ચશ્માણ કર્યું. ચઉવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ,
કિટ્ટિએ, આરાહિઅં, જં ચ ન આરાહિએ તસ્સ મિચ્છા મિ દુક્કડં. અર્થ - સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) સુધી નમસ્કાર સહિતમુઠ્ઠી સહિત પચ્ચખાણ કરતાં મેં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કર્યો છે. આ પચ્ચક્ખાણ મેં સ્પર્યું (વિધિ વડે ઉચિત કાળે જે પચ્ચક્ખાણ લીધું હોય તે) છે, પાળ્યું (કરેલાં પચ્ચક્ખાણને વારંવાર સંભારવું તે) છે, શોભાવ્યું (ગુરુને અથવા વડીલજનને આપીને બાકીનાથી ભોજન કરવું તે) છે, તીયું (કાંઈક અધિક કાળ ધીરજ રાખીને પચ્ચખાણ પારવું તે) છે, કીત્યું (ભોજનના સમયે પચ્ચકખાણ પૂરું થયે સંભારવું તે) છે અને આરાધ્યું ( ઉપરોક્ત પ્રકારે આચરેલું પચ્ચખાણ તે) છે, તેમાં જે આરાધાયું ન હોય તે મારું પાપ મિથ્યા થાઓ. (પચ્ચક્ખાણની છ શુદ્ધિ પણ કહેવાયેલી છે. ૧- શ્રદ્ધાવંત પાસે પચ્ચક્ખાણ કરવું તે શ્રદ્ધાશુદ્ધિ; ૨-જાણ પણું મેળવવા ખપ કરવો તે જ્ઞાન-શુદ્ધિ; ૩-ગુરુને