________________
૨૮૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઠંડુપીણું (OLD DRINKS), પરદેશ ગમન આદિ અનાચારોમાંથી શક્ય તેટલી વસ્તુનો “ધારણા અભિગ્રહ’ પચ્ચખાણ દેવ-ગુરુ-આત્મસાક્ષીએ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. શક્ય હોય તો શ્રાવક-શ્રાવિકાગણે સમ્યકત્વમૂળ ૧૨વ્રત ગ્રહણ કરવાં જોઈએ.
દિવસ અને રાત સંબંધિત રોજિંદા ઉપભોગમાં આવતી વસ્તુઓ આદિનું પણ નવકારશી અને ચઉવિહાર પચ્ચક્ખાણ લેતી વખતે પરિમાણ (માપ) કરીને દેશાવગાસિકનું પચ્ચખાણ કરવું જોઈએ. દેશાવગાસિક પચ્ચકખાણમાં ૧૪નિયમની ધારણા કરવાથી તે સિવાયની જગતની તમામ વસ્તુઓનાં પાપથી બચી શકાય છે. સવારે ધારણા કરેલ ૧૪ નિયમોને સૂર્યાસ્ત પૂર્વે સંકેલીને રાત્રિ સંબંધિત નિયમો લેવાના હોય છે. રાત્રિના નિયમો સવારે સંકેલીને નવા લેવાના હોય છે. પણ તે સામાયિક કે પૌષધમાં નસંકેલી કેન ધારી શકાય.
દેવસિઅ અને રાઈના પ્રતિક્રમણની સાથે દિવસ દરમ્યાન આઠ સામાયિક કરવાથી વર્તમાનમાંદેસાવગાસિકવ્રતનું પાલન થતું હોય છે.
માનવભવમાં વર્તમાનમાં જ શક્ય સર્વ-સંગત્યાગ સ્વરૂપ સર્વવિરતિધર્મને (સંયમને) પામવાના લક્ષ્ય સાથે, શક્તિ ગોપવ્યા વગર, યથાશક્ય વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કરવાં જોઈએ.
સવારનાં પચ્ચખાણ સૂત્રો
નવકારશી પચ્ચખાણ સૂત્ર-અર્થ સાથે ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિઅં, મુઠિસહિઅં,
પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિહં પિ આહારં, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં,
સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).