________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૮૭
આયંબિલ, એકાસણું કે બિયાસણાનું પચ્ચકખાણ કરેલ હોય અને ઉપવાસ કરવાની ભાવના જાગે તો, પાણી પીધેલ ન હોય અને ઉપવાસનું પચ્ચકખાણ કરે, તો જ ઉપવાસનો લાભ મળે. તે જ પ્રમાણે એકાસણાનું પચ્ચકખાણ લીધા બાદ આયંબિલ કે લુખીનીવિ કરવાની ભાવના જાગે ત્યારે અને બિયાસણાનું પચ્ચક્ખાણ લીધા બાદ એકાસણું, આયંબિલ કે લુખીનીવિ કરવાની ભાવના જાગે તો કાંઈપણ ખાધા-પીધા વગર જે જે પચ્ચકખાણ લીધેલ હોય તે તે પચ્ચકખાણનો જ લાભ મળી શકે. કદાચ પ્રથમ બિયાસણું કર્યા પછી બીજું બિયાસણું કરવાની ભાવના ન હોય તો તિવિહારનું પચ્ચખાણ કરી શકાય, પરંતુ એ એકાસણું તો ન જ ગણાય.
અન્ય પચ્ચકખાણોમાં પાણી વપરાઈ (પીવાય) ગયેલ હોય અને તેથી વિશેષ તપ કરવાની ભાવના જાગેતો “ધારણાઅભિગ્રહપચ્ચકખાણ કરી શકાય.
લીધેલ પચ્ચખાણ કરતાં આગળનાં વિશેષ પચ્ચકખાણ કરી શકાય, પણ તેથી ઓછું, સમાધિ જળવાતી હોય તો પ્રાણાન્ત કષ્ટ પણ ન કરવા કાળજી રાખવી જોઈએ.
તિવિહાર કે ચઉવિહાર ઉપવાસનાં પચ્ચકખાણ એકથી વધારે, એક સાથે (શક્તિ મુજબ) લેવાથી ઘણો વિશેષ લાભ મળતો હોય છે. એક સાથે ૧૬ ઉપવાસ સુધીનું પચ્ચખાણ લેવાય છે તેથી અધિક નહિ. તે જ રીતે સળંગ ૧૮૦ઉપવાસ કરી શકાય, વધુ નહિ.
જૈન ધર્મની પ્રાપ્તિના કારણે જીવનમાં ક્યારેય આચરવાની શક્યતા નહોય, તેવા અનાચારોનું પચ્ચખાણ કરવાથી તે તે પાપોથી બચી શકાય છે. જીવન દરમ્યાન ક્યારેય પણ તે તે પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચખાણ ન કરવાના કારણે તેને પાપોના ભયંકરવિપાકો સહન કરવા પડતા હોય છે. - ત્યાગ કરવા યોગ્ય અનાચારો સાત વ્યસન = માંસ, મદિરા, જુગાર, પરસ્ત્રી (પરપુરુષ) સેવન, ચોરી, શિકાર અને વેશ્યાગમન, ચાર મહાવિગઈ = મધ (HONEY), મદિરા (દારૂ), માખણ (BUTTER) અને માંસ (MUTTON), તરવાનું SWIMMING), ઘોડે સવારી (HORSE RIDING), ઊડન ખટોલા, સર્કસ, પ્રાણી સંગ્રહાલય (zoo જોવા જવું, પંચેન્દ્રિયજીવનો વધ, આઈસ્ક્રીમ,