________________
xvii
૮-સુદેવ -સુગુરૂ ૧૦-સુધર્મ આદરું. ૬) સુદેવ, સુગુરૂ વિષેની શ્રદ્ધા આપણામાં દાખલ થાય તેવી ઇચ્છા છે. તેથી મુહપત્તીને આંગળીઓના અગ્રભાગથી અંદર તરફ લાવવાની ક્રિયા કરવામાં આવે છે. તેમાં પહેલા ટપ્પ મુહપત્તી લગભગ આંગળીના અગ્રભાગે રાખવી અને તે વખતે “સુદેવ” બોલવું પછી બીજા ટમ્પ મુહપત્તિને હથેલીના મધ્યભાગ સુધી લાવવી અને તે વખતે “સુગુરુ” બોલવું અને ત્રીજા ટર્પે મુહપત્તિને હાથના કાંડા સુધી લાવવી અને તે વખતે સુધર્મ' બોલવું. તેથી આગળ કોણી સુધી પહોંચતાં “આદર્ફ' એટલા શબ્દો બોલવા મુહપત્તિ હાથને સ્પર્શવી ન જોઈએ. ચિત્ર નં-૬ ૭) હવે ઉપરની રીતથી ઉલટી રીતે મુહપત્તિને કાંડાથી આંગળીના ટેરવા સુધી ઘસીને લઈ જાઓ તે વખતે ઝાટકીને કાંઈ કાઢી નાંખતા હોઈએ, તેમ ઘસીને મુહપત્તિ લઈ જવી અને મનમાં બોલવું કે. ૧૧-કુદેવ, ૧૨-કુગુરૂ, ૧૩-કુધર્મ પરિહરું. (આ એક જાતની પ્રમાર્જન વિધિ થઈ, તેથી તેની ક્રિયા પણ તેવી જ રાખવામાં આવી છે.) ચિત્ર નં- ૬ ૮) હવે મુહપત્તિ ત્રણ ટર્પે આંગળીના અગ્રભાગેથી હથેલીના કાંડા સુધી મુહપત્તિ સહેજ અદ્ધર રાખી અંદર લેવી અને બોલો કે....૧૪- જ્ઞાન, ૧૫દર્શન, ૧-ચારિત્ર આદરું. ચિત્ર નં- ૬ (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો વ્યાપક-ન્યાસ કિરવામાં આવે છે.), ૯) હવે ઉપરથી ઉલટી રીતે હથેલીના કાંડાથી હાથની આંગળી સુધી મુહપત્તિ ઘસીને લઈ જવી અને બોલવું કે... ૧૭– જ્ઞાન-વિરાધના, ૧૮દર્શન-વિરાધના, ૧૯-ચારિત્ર-વિરાધના પરિહરું. ચિત્ર નં- ૬ (આ ત્રણ વસ્તુઓ બહાર કાઢવાની છે, માટે તેનું ઘસીને પ્રમાર્જન કરવામાં આવે છે.).
૨૦-મનગુપ્તિ, ૨૧-વચનગુપ્તિ, ૨૨-કાયગુપ્તિ આદરું. (આ ત્રણ વસ્તુઓ આપણી અંદર આવે તે માટે એનો વ્યાપક ન્યાસ કરવામાં આવે છે)