________________
XVi
(૯) અખોડા અને (૯) પખોડા પડિલેહણ વિધિ
(૯) અખોડા પછી મધ્યભાગનો છેડો જમણા હાથે એવી રીતે ખેંચી લેવો કે જેથી બરાબર બે પડની ઘડી વળી જાય. અને (તે બે પડવાળી થયેલી મુહપત્તિ) દષ્ટિ સન્મુખ આવી જાય. ત્યારબાદ તરત તેના ત્રણ વર્ઘટક કરીને જમણા હાથની ચાર અંગુલીઓના ત્રણ આંતરામાં ભરાવવા-દાબવા અને તેવી રીતે ત્રણ વર્ઘટક કરેલી મુહપત્તિને ડાબા હાથની હથેળી ઉપર હથેલીને ન અડે-ના સ્પર્શે તેવી રીતે પ્રથમ ત્રણવાર કાંડા સુધી લઈ જવી અને એ પ્રમાણે ત્રણ વખત વચ્ચે વચ્ચે આગળ કહેવાતા પકૂખોડા કરવા પૂર્વક ત્રણ ત્રણ વાર અંદર લેવી તે ૯ અખોડા અથવા ૯ આખોટક અથવા ૯ આસ્ફોટક કહેવાય. (તેમાં ગ્રહણ કરવાનું હોવાથી ખંખેરવાનું નથી.)
(૯) પખોડા પ્રમાર્જના) : ઉપર કહ્યા પ્રમાણે પહેલી વાર કાંડા તરફ ચઢતાં ત્રણ અકૂખોડા કરીને નીચે ઉતરતી વખતે હથેલીને મુહપત્તિ અડે = સ્પર્શે એવી રીતે (મુહપત્તિ વડે) ત્રણ ઘસરકાડાબી હથેલીને કરવા-તે પહેલી ૩ પ્રમાર્જના ત્યારબાદ (કાંડા તરફ ચડતા ૩ અખોડા કરી) બીજા વાર ઊતરતાં ૩પ્રમાર્જના અને એજ પ્રમાણે (વચ્ચે ૩ અખોડા કરી) પુનઃ ત્રીજા વખત ૩ પ્રમાર્જના કરવી, તે ૯ પ્રમાર્જના અથવા ૯ પક્ખોડા અથવા ૯ પ્રસ્ફોટક કહેવાય.
(ઉપર કહેલા ૬ પ્રસ્ફોટક તે આથી જુદા જાણવા, કારણ કે ૬ ઊર્ધ્વ પફોડા અથવા ૬ પુરિમ કહેવાય છે, પરંતુ પ્રસિદ્ધિમાં ૯ પખોડા ગણાય છે, તો તે આ પ્રમાર્જનાનું નામ છે.)
એ ૯ અખોડા અને ૯ પકુખોડા તિગ તિગ અંતરિયા એટલે પરસ્પર ત્રણ ત્રણને આંતરે થાય છે, તે આ પ્રમાણે-પ્રથમ હથેલીએ ચઢતાં ૩ પખોડા કરવા, ત્યારબાદ હથેલી ઉપરથી ઊતરતાં ૩ અખોડા કરવા, ત્યારબાદ પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખોડા, પુનઃ ૩ પખોડા, પુનઃ ૩ અખોડા, એ અનુક્રમે ૯ પખોડા, અને ૯ અખોડા પરસ્પર અંતરિત ગણાય છે. અથવા પખોડાના આંતરે અખોડા એમ પણ ગણાય છે.