________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૮૧
શ્રી પચ્ચકખાણનાં સૂત્ર, અર્થ અને સમજૂતી
પચ્ચખાણ લેનારને તે તે પચ્ચકખાણના સમયની મર્યાદા (દા.ત. સૂર્યોદયનો સમય૭.૦૦વાગે. દિવસ ૧૨ કલાકનો ગણીને) ૧) નવકાર-સહિઅં પચ્ચકખાણ સૂર્યોદય પછી ૪૮ મિનિટ (બે ઘડી)
દા.ત. ૭:૪૮ મિનિટે ૨) પરિસિ-પચ્ચખાણ સૂર્યોદયથી દિવસના ચોથો ભાગ (એકપ્રહર)
એકપ્રહર=૩ કલાકે દા.ત. ૭:૦૦+ ૩ કલાક =૧૦:૦૦ વાગે ૩) સાઢ-પોરિસિ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસનો છ આની ભાગ દોઢ
પ્રહર) દોઢ પ્રહર=૪:૩૦+ ૭.૦૦ કલાક=૧૧:૩૦ વાગે ૪) પુરિમ-પચ્ચકખાણ : સૂર્યોદયથી દિવસના મધ્યભાગ (મધ્યાહ્ન) (બે
પ્રહર) બે પ્રહર= કલાક + ૭.૦૦ = ૧ વાગે ૫) અવઢ-પચ્ચખાણ સૂર્યોદયથી દિવસનો પોણો ભાગ (ત્રણ પ્રહર)
ત્રણ પ્રહર= ૯ કલાક + ૭:૦૦ = ૪ વાગે (દિવસ જેટલા કલાકનો હોય, તેને ચાર વડે ભાગવાથીએકપ્રહર થાય, જ્યારે ૧૨ કલાકનોદિવસ હોય ત્યારે૪વડે ભાગવાથી ૩ કલાકે એકપ્રહર થાય.) પચ્ચખાણ લેનારના જાણકાર-અજ્ઞાની) વિશુદ્ધ આદિભેદો ૧) વિશુદ્ધ-પચ્ચક્ખાણ સૂત્ર અને અર્થ જાણે અને જાણકાર પાસે ગ્રહણ કરે. ૨) શુદ્ધ-પચ્ચખાણ સૂત્ર અને અર્થપોતે જાણે અને અજ્ઞાની પાસે ગ્રહણ કરે. ) અર્ધશુદ્ધ – પચ્ચકખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે પણ જાણકાર
પાસે ગ્રહણ કરે. ૪) અશુદ્ધ -પચ્ચખાણ સૂત્ર અને અર્થ પોતે પણ ન જાણે અને અજ્ઞાની પાસે
ગ્રહણ કરે. (પહેલો અને બીજો ભાંગો સારો, ત્રીજો જાણકાર પાસે જ્ઞાન પ્રાપ્ત કરશે તેવી આશાથી કાંઇક સારો પણ ચોથો ભાંગો તો સર્વથા અયોગ્ય જ કહેવાય)