________________
૨૮૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પચ્ચખાણ લેવાનો સમય અને મહત્તા અંગે સમજણ શ્રી અરિહંત પરમાત્માના ગુણોના સ્મરણ સ્વરૂપે સવારે ઉઠતાંની સાથે ૧૨ વાર શ્રી નવકાર મંત્રનું સ્મરણ મનમાં કરવું. તે વખતે યથાશક્તિ પચ્ચકખાણની ધારણા આત્મસાક્ષીએ કરવી. રાઇઅ પ્રતિક્રમણમાં તપચિંતામણીના કાયોત્સર્ગ વેળાએ પણ ધારણા કરવી. પછી પ્રાતઃકાળની વાસક્ષેપ પૂજા કરવા જિનાલયે જવું. ત્યાં પ્રભુ સાક્ષીએ પણ ધારેલ પચ્ચકખાણ સૂત્ર દ્વારા ગ્રહણ કરવું. ત્યારબાદ ઉપાશ્રયે જઈને સગુરૂ ભગવંતને વંદના કરીને તેઓશ્રીના મુખે એટલે ગુરૂસાક્ષીએ પચ્ચકખાણ ગ્રહણ કરતી વખતે મનમાં તે સૂત્રોનો ઉચ્ચાર કરવો અને પચ્ચખાઈવોસિરઈ' ની જગ્યાએ પચ્ચકખામિ-વોસિરામિ’અવશ્ય બોલવું.
આ પ્રમાણે આત્મ-સાક્ષીએ, દેવસાક્ષીએ અને ગુરૂસાક્ષીએ હમેંશા પચ્ચકખાણ કરવાનો આગ્રહ રાખવો.
સવારના પચ્ચખાણ-નવકારશી થી સાઢપોરિસિ સુધીનાં પચ્ચખાણ સૂર્યોદય પહેલાં લઈ લેવાં અને પુરિમઢ-અવઢનાં પચ્ચખાણ સૂર્યોદય પછી પણ લઈ શકાય. સાંજના પચ્ચકખાણ – ચઉવિહાર, તિવિહાર અને પાણહારનાં પચ્ચકખાણ સૂર્યાસ્ત પહેલાં લઈ લેવાં અથવા ધારી લેવાં.
ઓછામાં ઓછું નવકારશી અને રાત્રિભોજન ત્યાગનું પચ્ચખાણ તેમજ મુક્ટિસહિઅં પચ્ચખાણ સદ્ગતિ ઈચ્છનારા દરેક ભાગ્યશાળીએ અવશ્ય કરવું જોઈએ. પંચમકાલમાં સંઘયણબળ ઓછું હોવાના કારણે અનિવાર્ય સંજોગોમાં લીધેલ પચ્ચખાણ નો ભંગ ન થાય, તે માટેના આગાર (છૂટ) પચ્ચકખાણમાં બતાવવામાં આવેલા છે. પણ તેનો ઉપયોગ કરવાની છૂટ નથી, કદાચ દોષ સેવાઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત- આલોચના ગુરૂભગવંતને નિવેદન કરીને લેવું જોઇએ.
નમુક્કારસહિએ (નવકારશી) આદિ સઘળાય દિવસ સંબંધિત પચ્ચકખાણો સાથે મુક્રિસહિઅં પચ્ચખાણ પણ અવશ્ય લેવામાં આવે છે. તેથી પચ્ચખાણ પારતી વખતે અંગૂઠો અંદર રહેતેમ મુદ્રિવાળીને પચ્ચકખાણ પારવું જોઈએ. પચ્ચકખાણનો સમય થઈ ગયા પછી વિશેષ આરાધનાનિમિત્તે