________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૯
વારંવાર સામાયિક કરવાથી થતા લાભ અને તેમાં લાગેલા દોષની ક્ષમા યાચના
સામાઈય વયજુરો, જાવ મણે હોઈ નિયમ સંજુરો,છિન્નઈ અસુહ કમ્મ,
સામાઈય જરિયા વારા (1) સામાઇયમિ ઉકએ,સમણો ઇવ સાવઓ હવઈ જમ્યા, એએણ કારણેણં, બહુસો સામાઇયં કુર્જા (૨)
સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતાં જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૩)
દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિહુ
મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં. (૪) સામાયિક વ્રતથી યુક્ત જીવનું મન જ્યાં સુધી નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી જેટલી વારસામાયિક કરે છે, તેટલી વાર અશુભ કર્મને છેદે છે. (૧) વળી સામાયિક કરતી વખતે જે કારણથી શ્રાવક સાધુ જેવો થાય છે, એ કારણથી બહુદ્યાર સામાયિક કરવું જોઈએ. (૨) સામાયિક વિધિએ લીધું, વિધિએ પાયું, વિધિ કરતા જે કોઈ અવિધિ હુઓ હોય તે સવિ હુ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ. (૩) દશમનના, દશ વચનના, બાર કાયાના, એબત્રીસ દોષમાંથી જે કોઈ દોષ લાગ્યો હોયતેસવિહુમન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડં. (૪)
મંગળાચરણ તરીકે નવકાર ગણી, વિધિઅવિધિ તથા ૩૨ દોષોનું મિચ્છા મિ દુક્કડું દઈ સાંગોપાંગ શુદ્ધ સામાયિકનું ફળ મેળવવા સાધક ઈચ્છે છે. પહેલી બે ગાથા પ્રાકૃત છે. છેલ્લી બે ગાથા ગુજરાતીમાં છે. શ્રી વર્ધમાનસૂરિકૃત “આચાર-દિનકર', શ્રી મહિમાસાગરજી કૃત ‘પડાવશ્યક વિવરણ” વગેરે બે પાઠોના છેલ્લા વાક્યોનું ગુજરાતીકરણ થયેલ છે. ૧૯મી સદીથી આ સૂત્રની પછી તે બોલવાની પરંપરા શરૂ થઈ હોય તેમ જણાય છે. સામાયિકનું મહત્વ સૂચવતી અને વારંવાર સામાયિક કરવાની ભલામણ કરનારી આ બંને ગાથાઓ પૂજ્ય શ્રી ભદ્રબાહુસ્વામી મહારાજાએ રચેલ શ્રી આવશ્યક નિર્યુક્તિની છે.