________________
૨૭૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઈચ્છામિ ખમાસમણો! ( વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, તે 'િ મથએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
સામાયિક પાર્યું. તહત્તિ. હે ભગવન્! સામાયિક પાર્યું.
પાળનાર સાધક ‘તહત્તિ' કહી આજ્ઞા માથે ચઢાવે છે. પછી સામાયિક વારંવાર કરવાની ભાવના ભાવતા. મંગળાચરણ તરીકે નવકાર ગણે છે.
(પછી જમણો હાથ ચરવળા કે કટાસણા ઉપર મુકીને નવકાર,
સામાઇય વયજુત્તો કહેવું.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર નમો અરિહંતાણું, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં,
નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો,
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ. (૧) શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)