________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૫
હે વીતરાગ! તમારા સિદ્ધાંતમાં જો કે નિયાણું બાંધવાનું વાટેલું (નિષેધેલું) છે, તો પણ મને જન્મોજન્મમાં તમારા ચરણોની સેવા પ્રાપ્ત હોજો. (૩) હે નાથ ! તમને નમસ્કાર કરવાથી મને દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિબીજ (સમ્યગ્દર્શન) એ (ચાર) પ્રાપ્ત થાઓ. () સર્વમંગલોમાં મંગલરૂપ, સર્વલ્યાણોના કારણરૂપ, સર્વધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન જય પામે છે. (૫)
આ સૂત્રની પહેલી બે ગાથા શ્રી ગણધર ભગવંતે રચેલી છે અને છેલ્લી ત્રણ ગાથી પાછળથી ઉમેરવામાં આવેલી છે. પ્રભુજીના પ્રભાવથી અર્થાતુ ભક્તિના પ્રભાવથી આઠ વસ્તુઓની માંગણી (પહેલી બે ગાથામાં) કરતી વખતે મુક્તાશુક્તિ મુદ્રામાં કરવી અને પ્રભુજીના પ્રભાવથી ચાર વસ્તુઓની માંગણી (છેલ્લી ત્રણ ગાથામાં) કરતી વખતે યોગ મુદ્રા કરવી જોઈએ.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ,
એ મર્થીએણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
મુહપત્તિ પડિલેહણની રજા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
મુહપત્તિ પડિલેહું? ઇચ્છે. ભગવંત, સામાયિક મુહપત્તિનું પડિલેહણ કરવાની આજ્ઞા આપો. આજ્ઞા માન્ય છે.
સામાયિક દરમ્યાન ત્રિકરણ કાંઈ પણ સાવદ્ય યોગ સેવાઈ ગયો હોય, તો તેની શુદ્ધિ માટે મુહપત્તિના પડિલહેણની જરૂર ફરીથી ચોક્કસાઈની માટે છે. મુહપત્તિ પડિલહેણનાં આ વિધિનો સામાયિક કરતી વખતે અને પારતી વખતે બરાબર ઉપયોગ થાય, તે અત્યંત ઈચ્છવા યોગ્ય છે