________________
૨૭૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(ત્યાર પછી બે હાથ જોડી, લલાટે રાખી નીચેનું સૂત્ર બોલવું.)
પરમાત્માની પાસે ભક્તિના ફળરૂપે તેર પ્રકારની પ્રાર્થના - યાચના
જય વીયરાય! જયગુરુ !
હોઉ મમં તુહ પભાવઓ ભયd ભવ્ય નિવ્વઓ મગ્ગા શુસારિઆ ઈદ્ર ફલ સિદ્ધિ. (૧)
લોગ વિરુદ્ધ ચ્ચાઓ,
ગુરૂજણપૂઆ પરWકરણે ચ, સુહ ગુરુ જોગો તથ્વયણ સેવણા આભવમખેડા. (૨)
(આટલું બોલ્યા પછી બંને હાથ લલાટથી નીચે ઉતારવા. હાથ લલાટ અને નાભિની વચ્ચે રાખવા)
વારિજ્જઈ જઈ વિ નિયાણ બંધણું,
વયરાય ! તુહ સમયે, તહ વિ મમ હુન્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું. (૩) દુખ ખઓ કમ્મ ખઓ, સમાધિમરણં ચ બહિલાભો અ, સંપન્જઉ મહ એએ, તુહ નાહ! પણામ કરણેણં. (૪).
સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે,
પ્રધાન સર્વ ધર્માણામ્, જૈન જયતિ શાસનમ્. (૫) હે વીતરાગ ! હે જગતના ગુરુ! (તમે) જય પામો. હે ભગવંત! મને તમારી ભક્તિના પ્રભાવથી સંસાર પરથી કંટાળો (ભવ-નિર્વેદ), (તમારા) માર્ગને અનુસરવાની બુદ્ધિ (માર્ગાનુસારીપણું) અને(મને) ઈચ્છિત ફળની સિદ્ધિહોજો. (૧) લોકમાં વિરોધ ઉત્પન્ન થાય એવા કાર્યનો ત્યાગ (લોકાપવાદ-ત્યાગ), વડીલજનોની પૂજા (આદર-સત્કાર-બહુમાન), પરોપકાર કરવાની તત્પરતા અને સદ્દગુરૂભગવંતોનો ભેટો (યોગ) તેમજ તે સદ્દગુરૂભગવંતના વચનની સેવા, આ સંસારમાં જ્યાં સુધી છું, ત્યાં સુધી મને અખંડપણે પ્રાપ્ત થાઓ. (૨)