________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૩
તુઝ પણામો વિ બહુફલો હોઈ, નર તિરિએ સુ વિ જીવા, પાવંતિ ન દુખ દોગચ્ચે (૩) તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ પૂપાય વન્મહિએ, પાવંતિ અવિષ્ણેણં, જીવા અયરામ ઠાણે (૪).
ઇઅ સંથુઓ મહાયસ,
ભત્તિબ્બર નિર્ભરેણ હિયએણ, તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫) ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષને ધારણ કરનારા એવા સર્પના વિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘરરૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવ શાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાયછે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩) ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન જીવો પામે છતે (પામવાથી) નિર્વિદનપણે અજરામર (અજર-ઘડપણ રહિત–મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા (પાર્શ્વનાથ ભગવાન) ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)
આ સ્તોત્ર-વ્યતંરરૂપે થયેલા પોતાના ભાઈ મિથ્યાદષ્ટિ વરાહમિહિરના ઉપદ્રવથી બચવા ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહસ્વામી એ રચેલ છે. તેમાં મુખ્યત્વે પાર્શ્વપ્રભુનું સ્તવન છે.
ગુરૂકૃપાને પ્રાપ્ત કરતો શિષ્ય ચારિત્ર જીવનનો ભારેખમ બોજ ઉપાડવાને સમર્થ બને છે. અને શુદ્ધ ચારિત્રનું પાલન કરી શકે છે. આમ, ક્ષમાપના દ્વારા ગુરૂનો વિનયવિવેક આ સૂત્ર દ્વારા દર્શાવવામાં આવ્યો છે.