________________
૨૭૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
કિ ભરત, ઐરાવત, મહાવિદેહક્ષેત્રમાં રહેલા સાધુ ભગવંતોની વંદના , જાવંત કે વિ સાહુ, ભરફેરવય મહાવિદેહે અ, સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણું (1)
ભરતક્ષેત્રમાં, ઐરાવતક્ષેત્રમાં અને મહાવિદેહક્ષેત્રમાં મનદંડ-વચનદંડકાયદંડ રૂપ ત્રણ દંડથી વિરામ પામેલાં જે કોઈપણ સાધુ ભગવંતો છે, તેઓ સર્વને હું મન, વચન, કાયાથી નમેલો છું. (૧)
શ્રી વિતરાગ પરમાત્માને ઓળખનાર, સમજાવનાર અને સન્માર્ગ બતાવનાર સાધુ ભગવંતો છે. તેઓને આ “જાવંત કેવિ સાહુ સુત્ર દ્વારા વંદન કરાય છે. યોગ્ય બહુમાન, આદર, અહોભાવ દ્વારા હંમેશા તેઓની વંદના કરવાથી કર્મ નિર્જરા થાય છે.
પંચપરમેષ્ઠિને નમસ્કાર નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય
સર્વ સાધુભ્યઃ (૧) (આ સૂત્ર સ્ત્રીઓએ ક્યારેય ન બોલવું)
શ્રી અરિહંત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સઘળાય સાધુ ભગવંતને નમસ્કાર થાઓ.
ઘર્મમાર્ગમાં અંતરાયભૂત વિપ્નોના નિવારણની પ્રાર્થના
ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મ ઘણ મુક્ક,
વિસ હર વિસ નિશ્વાસ,
મંગલ કલ્યાણ આવાસ (1) વિસહર સુલિંગ મંત, કંઠે ધારે) જો સયા મણુઓ, તસ્સ ગહ રોગ મારી, દુઢ જરા જંતિ ઉવસામ (૨)
ચિટ્ટઉ દૂરે મંતો,