________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૭૧
પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વપ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. (૯) અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપ ત્રણ કરણથી વંદન કરું છું. (૧૦) સ્વર્ગ, પાતાળ અને મનુષ્યલોકમાં રહેલા જિનચૈત્યોની વંદના
જાવંતિ ચેઈઆઈ, ઉદ્દે અહે અતિરિએ લોએ અ,
સવ્વાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ (1) ઉર્ધ્વલોકમાં, અધોલોકમાં, અને તિચ્છલોકમાં જેટલી જિનપ્રતિમાઓ છે, તેને અહીં રહેલો હું, ત્યાં રહેલી સર્વે પ્રતિમાઓને વંદન કરું છું. (૧)
જાવંત ચેઇઆઇ જિન પ્રતિમા, આત્મબોધ માટેનું એક અગત્યનું સાધન છે. તેના પ્રત્યેની નિઃસીમ ભક્તિ આ ગાથા વડે પ્રદર્શિત કરાય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદના ઇચ્છામિ ખમાસમણો!
વંદિઉં જાવણિજ્જાએ નિસહિયાએ, S Bો. મત્થણ વંદામિ. (૧) હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તકવડે વંદન કરું છું. (૧)
“જાવંતિ ચેઈયાઈ સૂત્રમાં સર્વ ચૈત્યોને વંદન કરેલું હોવાથી તે સવ્વ ચેઈય વંદણ સૂત્ર - સર્વ ચૈત્યવંદન સૂત્ર કહેવાય છે. પ્રથમ શબ્દો પરથી “જાવંતિ ચેઈયાઈનામથી પણ પ્રસિધ્ધ છે.
સાધુ કોઈને પણ મનથી દડે નહિ, વચનથી દંડે નહિ અને કાયાથી પણ દંડે નહિ. આવી રીતે જેઓ ત્રણ દંડથી વિરામ પામેલા છે, તેઓ ભાવસાધુ છે અને તેમને જ અહીં વંદન કરવામાં આવ્યું છે.