________________
૨૭૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
જિણાણે જાવયાણ, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણ,
મુત્તાણું મોઅગાણે. (૮) સવ્વલૂણં, સવ્વદરિસીણં સિવ મયલ મઅ મહંત મખિય મવાબાહમપુણરાવિત્તિ સિદ્ધિગઇનામધેય, ઠાણે સંપત્તાણું,
નમો જિણાણે જિઅભયાણ. (૯) જે અ અઇઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગયે કાલે, સંપઈ અ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. (૧૦)
અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨) પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩) લોકમાં ઉત્તમ, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપક સમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, મોક્ષમાર્ગ આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર, (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયું છે છદ્મસ્થપણું જેમનું. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનારા. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), અવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને