________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૬૫
(ત્યારે શિષ્ય કહે) હું આપની આજ્ઞા ઈચ્છું છું પ્રમાણ ગણું છું. હું માર્ગમાં ચાલતા જે વિરાધનાનું પાપ થયેલ હોય, તેથી પાછો ફરવા ઈચ્છું છું. (૧,૨) જેમકે જતાં-આવતાં (ગમનાગમન કરતાં), જીવો, ધાન્યના બીજો, લીલી વનસ્પતિ, ઝાકળ, કીડીનાં નગરાં, પાંચ રંગની લીલી ફૂગ, સચિત્ત પાણીયુક્ત સચિત્ત માટી, કરોળીયાની જાળ, પગ નીચે આવવાથી. (૩,૪) એક ઈન્દ્રિયવાળા, બે ઈન્દ્રિયવાળા, ત્રણ ઈન્દ્રિયવાળા, ચાર ઈન્દ્રિયવાળા અને પાંચ ઈન્દ્રિયવાળા જે જીવોની મેં વિરાધના (નીચે જણાવ્યા મુજબ) કરી હોય. (૫,૬)
(સામાયિક દરમ્યાન કાંઈ પણ મન, વચન, કાયાથી સાવદ્ય યોગ સેવાઈ ગયા હોય, તેની શુદ્ધિ થઈ જાય. એટલે સામાયિક સાંગોપાંગ શુદ્ધ જ થાય.)
જતા-આવતા જીવોની વિરાધનાની વિશેષ માફી તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં,
વિસોહીકરણેણં, વિસલ્લીકરણેણં, ૬ પાવાણે કમાણે, નિશ્થાયણટ્ટાએ,
ઠામિ કાઉસ્સગ્ગ. (1) (જવિરાધનાનું પાપ થયું હોય) તે પાપને વિશેષ શુદ્ધ કરવા માટે, પ્રાયશ્ચિત્ત માટે આત્માની વિશુદ્ધિ કરવા માટે, આત્માને શલ્યરહિત કરવા માટે, અને પાપ કર્મોનો ઘાત કરવા માટે કાયોત્સગ - કાયાનો ત્યાગ (કાયોત્સર્ગમાં કેટલાં આગાર (અપવાદ-વિકલ્પ) રહે છે, તે શ્રી અન્નત્થસૂત્રમાં જણાવેલ છે) કરું છું. (૧)
અતિચારની આલોચના કરી પ્રતિક્રમણ કરતાં આત્મા નિર્મળ બને છે. પરંતુ કેટલાક અતિચારોને શુદ્ધ કરવા વિશિષ્ટક્રિયાઓ ચાર છે. ૧) ઉત્તરીકરણ ૨) પ્રાયશ્ચિતકરણ૩) વિશોધીકરણ ૪) વિશલ્યીકરણ. જો આ ચાર ક્રિયાઓ બરાબર કરવામાં આવે તો તે ગમે તેવા અતિચારોનું શોધન કરી પાપકર્મોનો સર્વાશે નાશ કરે છે.