________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨ ૬૩
એ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સમૂહ સહિત એવા (અને) મુનિસુંદરસૂરિ દ્વારા ખવાયેલા મહિમાવાળા એવા શ્રી શાંતિજિનચંદ્ર, સંઘનું અને મારું પણ રક્ષણ કરો. (૧૨)
- સ્તોત્રનું મૂળ નામ અને સ્તોત્ર ગણવાનું ફળ ઇય “સંતિનાહ સમ્મ ક્રિટ્ટિ રખ” સરઇ તિકાલ જો,
સલ્વોવદવ રહિઓ, સ લહઈ સુહ સંપર્યં પરમ (૧૩) એ પ્રકારે જે સમ્યગ્દષ્ટિમનુષ્ય શાંતિનાથની રક્ષાને ત્રણે કાળ સ્મરણ કરે છે, તે સર્વ ઉપદ્રવથી રહિત થઈને ઉત્કૃષ્ટસુખસંપદાને પામે છે. (૧૩)
(પ્રશસ્તિ) ક્ષેપક છે...સ્તોત્રકારના ગુરુનું નામ સ્મરણ . (તરગચ્છ ગયણ દિણયર જુગવર સિરિસોમસુંદર ગુરૂછું, સુપસાય લદ્ધ ગણહર વિક્લાસિધ્ધિ ભણઈ સીસો) (૧૪)
(તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન એવા યુગ પ્રધાન શ્રી સોમસુંદર ગુરૂના સુપ્રસાદથી જેણે ગણધર વિદ્યા - સૂરી મંત્રની સિધ્ધિ કરી છે, એવા તેમના શિષ્ય-શ્રી મુનિસુંદરસૂરીએ આ સ્તવન રચ્યું છે.) (૧૪)
આ સુત્ર શ્રી મુનિસુંદરસૂરીશ્વર મહારાજાએ મેવાડમાં આવેલા ઉદેપૂરની પાસેના દેલવાડાના સંઘમાં મરકીનો ઉપદ્રવ શાંત કરવા રચેલું છે. આ સ્તોત્રમાં શ્રી શાંતિનાથ પ્રભુની ખાસ સ્તુતિ કરવામાં આવી છે, આ સ્તોત્રની ૧૨મી ગાથામાં કર્તાનું નામ આવી જાય છે તેથી ૧૪મી ગાથા બોલાતી નથી. તેને પ્રક્ષિપ્ત ગણવામાં આવે છે.
રક્ષા માટે યોજાયેલા મંત્રમય સ્તોત્રને રક્ષા કે કવચ કહેવામાં આવે છે, એટલે આ સ્મરણ એક પ્રકારની રક્ષા કે એક પ્રકારનું કવચ છે. આ સૂત્ર સહસ્ત્રાવધાની શ્રીમુનિસુંદરસૂરિની સંઘ-માન્ય કૃતિ છે અને પાક્ષિક, ચાતુર્માસિક તથા સાંવત્સરિક પ્રતિક્રમણના પૂર્વ દિવસે દૈવસિક પ્રતિક્રમણ વખતે સ્તવન તરીકે બોલાય છે તથા જ્યાં પહેલે દિવસે સાધુઓ સ્થાન કરે, તે દિવસે પ્રતિક્રમણ સૂત્રમાં બોલાય છે. વર્તમાનકાળમાં “નવસ્મરણની ની પ્રસિદ્ધિ છે. પ્રસ્તુત સૂત્રને ત્રીજા સ્મરણનું સ્થાન પ્રાપ્ત થયેલું છે. પ્રથમપદ પરથી તેને “સંતિકર' સૂત્રના નામે ઓળખવામાં આવે છે.