________________
૨૬૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
તેમજ એવા યક્ષ જેમકે ગોમુખ, મહાયક્ષ, ત્રિમુખ, યક્ષેશ, તુંબરું, કુસુમ માતંગ, વિજય, અજિત, બ્રહ્મયક્ષ, મનુજ અને સુકુમારો. (૭) ષમુખ યક્ષો (છ મુખવાળા), પાતાલ, કિન્નર, ગરુડ, ગંધર્વ તે જ રીતે યક્ષેત્ર વળી કુબેર, વરુણ, ભ્રૂકુટિ, ગોમેધ, પાર્શ્વ અને માતંગ આ પ્રકારે ચોવીશ યક્ષો. (૮)
૨૪ શાસન દેવી/ યક્ષિણીઓનું સ્મરણ દેવીઓ ચક્કેસરી, અજિઆ, દુરિઆરિ, કાલી, મહાકાલી, અચ્યુઅ, સંતા, જાલા, સુતારયા, સોય, સિરિવચ્છા (૯) ચંડા, વિજયં, કુસિ, પન્નઇત્તિ, નિવ્વાણિ, અચ્ચુઆ ધરણી, વઇરુટ્ટ, છત્ત, ગંધારી, અંબ, પઉમાવઇ, સિદ્ધા (૧૦)
ચક્રેશ્વરી, અજીતા, દુરિતારિ, કાલી, મહાકાલી, અચ્યુતા, શાંતા, જ્વાલા, સુતારકા, અશોકા, શ્રીવત્સા દેવીઓ. (૯)
ચંડા, વિજયા, અંકુશા, પ્રજ્ઞપ્તિ, નિર્વાણી, અચ્યુતા, ધારિણી, વૈરુટ્યા, અચ્છુપ્તા, ગાંધારી, અંબા, પદ્માવતી, સિદ્ધાયિકા (આ ૨૪યક્ષિણીછે). (૧૦)
૪ નિકાયના દેવદેવીઓ, વ્યંતરો, યોગિનીઓનું સ્મરણ ઇઅ તિત્વ રક્ખણ રયા, અન્ને વિ સુરા સુરી ય ચઉહા વિ, વંતર જોઇણિ પમુહા, કુશંતુ રખ્ખું સયા અમાંં (૧૧)
એ પ્રકારે ચતુર્વિધ શ્રી સંઘરૂપ તીર્થની રક્ષામાં તત્પર એવા પૂર્વોક્ત યક્ષ અને યક્ષિણી અને બીજા પણ ચારેય પ્રકારના દેવ-દેવીઓ તથા વ્યંતર અને યોગિની વગેરે અમારું હંમેશાં રક્ષણ કરો. (૧૧)
ઉપસંહાર
શાંતિનાથનું, સમ્યક્દષ્ટિ દેવોનું સ્મરણ
એવં સુદિદ્ધિ સુર ગણ સહિઓ સંઘસ્સ સંતિ જિણચંદો, મજ્જ્ઞ વિ કરેઉ રખ્ખું, મુણિસુંદરસૂરિ થુઅ મહિમા (૧૨)