________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દૂર કરનારા, એવા શ્રી શાંતિનાથ ભગવાનને ‘ૐ નમઃ, ઝૌં સ્વાહા તથા ‘સૌ મૈં નમઃ’ આવા મંત્રાક્ષરોપૂર્વક નમસ્કાર હો. શ્રી શાંતિનાથ ભગવાનને કરાયેલો નમસ્કાર લક્ષ્મીને આપે છે. (૨,૩)
(આ બે ગાથામાં સૂરિમંત્રના પદો છે.) એકંદરે જૈનશાસનના સર્વે રક્ષકો તરફથી રક્ષા
૨૬૧
સરસ્વતીદેવી, ત્રિભુવન સ્વામીની દેવી, શ્રીદેવી, ગણિપીટક, ગ્રહો, દિક્પાલ ઇન્દ્રોનું સ્મરણ વાણી તિહુઅણ સામિણિ, સિરિદેવી જખ્ખરાય ગણિપિડગા, ગહ દિસિપાલ સુરિંદા, સયા વિ રખૂંતુ જિણભત્તે (૪)
સરસ્વતી (શ્રુતદેવી), ત્રણ ભુવનની સ્વામિની (ત્રિભુવન સ્વામિની), શ્રી દેવી (લક્ષ્મીદેવી), યક્ષરાજ ગણિપિટક, ગ્રહો, દિક્પાલો, દેવેન્દ્રો નિરંતરનિત્ય-સદા કાળ માટે જિનેશ્વર ભગવંતોના ભક્તોનું રક્ષણ કરો. (૪)
સોળ વિદ્યાદેવીનું સ્મરણ
રકખંતુ મમ રોહિણી, પન્નત્તી, વજ્જસિંખલા ય સયા, વજીંકુસી, ચક્કેસરી, નરદત્તા, કાલી, મહાકાલી, (૫)
ગોરી તહ ગંધારી, મહજાલા, માણવી, અ વઇરુટ્ટા, અચ્યુત્તા, માસિઆ, મહામાણસિયા, ઉ દેવીઓ (૬)
રોહિણી, પ્રજ્ઞપ્તિ, વજ્રશૃંખલા, વજ્રાંકુશી, ચક્રેશ્વરી, નરદત્તા, કાલી અને મહાકાલી મારું સદા માટે રક્ષણ કરો. (૫)
વળી ગૌરી, ગાંધારી, મહાજ્વાલા, માનવી, વૈરોટ્યા તેવી જ રીતે અચ્છુપ્તા, માનસી, મહામાનસી એ સોળ વિદ્યાદેવીઓ. (s)
૨૪ તીર્થંકર પરમાત્માઓના શાસનના અધિષ્ઠાયક યક્ષો અને દેવીઓ તરફનું રક્ષણ
જક્ખા ગોમુહ, મહજક્ખ, તિમુહ, જજ્ઞેસ, તુંબરૂ, કુસુમો, માતંગ, વિજય, અજિઆ, ખંભો, મણુઓ, સુરકુમારો, (૭) છમ્મુહ, પયાલ, કિન્નર, ગરુલો, ગંધવ, તહ ય જિખંદો,
કૂબેર, વરુણો, ભિઉડી, ગોમેહો, પાસ, માયંગા (૮)