________________
૨૪૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી મહાવીરસ્વામીની સ્તુતિ સંસાર દાવા નલ દાહ નીરં, સંમોહ ધૂલી હરણે સમીરં, માયા રસા દારણ સાર સીરં, નમામિ વીરં ગિરિ સાર ધીરું (૧)
સર્વ તીર્થંકર ભગવંતોની સ્તુતિ ભાવા વનામ સુર દાનવ માનવેન, ચૂલા વિલોલ કમલા વલિ માલિતાનિ,
સંપૂરિતા ભિનત લોક સમી હિતાનિ, કામેં નમામિ જિનરાજ પદાનિ તાનિ (૨) આગમ-સિદ્ધાંતની સ્તુતિ
બોધા ગાધં સુપદ પદવી નીર પૂરા ભિરામં, જીવા હિંસા વિરલ લહરી સંગ માગાહ દેહં.
ચૂલા વેલં ગુરુ ગમ મણિ સંકુલં દૂર પારં, સાર વીરા ગમ જલ નિધિ સાદર સાધુ સેવે (૩)
શ્રુતદેવી- સરસ્વતીદેવીની સ્તુતિ
આ મૂ લા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢ લોલા લિ માલા, ઝંકારા રાવ સારા મલ દલ કમલા ગાર ભૂમિ નિવાસે ! છાયા સંભાર સારે ! વર કમલ કરે ! તાર હારા ભિ રામે ! વાણી સંદોહ દેહે ! ભવ વિરહ વરં દેહિ મે દેવિ ! સારં (૪)
સંસારરૂપ દાવાનલના તાપને ઓલવવા માટે પાણી સમાન, મોહ એટલે અજ્ઞાનરૂપી ધૂળને દૂર કરવામાં પવન સમાન, માયા એટલે કપટરૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, અને મેરુપર્વત જેવા ધૈર્યવાન શ્રી મહાવીર પ્રભુને હું નમસ્કાર કરુંછું. (૧)