________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૪૩
ઇઅ સંથુઓ મહાયસ, ભક્તિમ્ર નિર્ભરેણ હિયએણ, તા દેવ! દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ (૫)
ઉપસર્ગને હરનારા, પાર્શ્વયક્ષવાળા, કર્મના સમૂહથી મુકાયેલા, વિષ ધારણ કરેલા સર્પનાવિષનો નાશ કરનાર, મંગલ અને કલ્યાણના ઘર રૂપ એવા શ્રી પાર્શ્વનાથને હું વંદન કરું છું. (૧) જે કોઈ મનુષ્ય, વિષને હરનાર સ્ફલિંગમંત્રને કંઠમાં સદા ધારણ કરે છે, તેના ગ્રહ, રોગ, મરકી અને દુષ્ટતાવશાંતિને પામે છે. (૨) તે (સ્ફલિંગ) મંત્ર તો દૂર રહો, ફક્ત તમને કરેલા નમસ્કાર પણ ઘણા ફળને આપનાર થાય છે (અને) મનુષ્ય-તિર્યંચગતિમાં રહેલા જીવો પણ દુઃખ અને દુર્ભાગ્યને પામતા નથી. (૩) ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક એવું તમારું સમ્યગ્દર્શન પામવાથી જીવો નિર્વેિદનપણે અજરામર (અજ૨=ઘડપણ રહિત મોક્ષપાદ) ને પામે છે. (૪) હે મોટા યશવાળા પાર્શ્વનાથ ભગવાન ! ભક્તિના સમૂહથી પરિપૂર્ણ એવા હૃદયથી મેં આ પ્રમાણે સ્તવના કરી છે, તેથી હે દેવ! શ્રી પાર્શ્વનાથ જિનચંદ્ર! મને જન્મોજન્મમાં બોધિબીજ (સમ્યગ્દર્શન)ને આપો. (૫)
શ્રી સંઘ ઉપર વ્યંતરદેવ દ્વારા ઉપદ્રવ કરવામાં આવેલ ત્યારે તેના નિવારણ માટે લગભગ ૨૨૦૦ વર્ષ પહેલા અંતિમ ચૌદપૂર્વધર શ્રી આર્યભદ્રબાહસ્વામીજીએ આ સ્તોત્રની સાત ગાથા પ્રમાણ રચના કરેલ. વિષમકાળમાં તે મંત્રાક્ષરોનો દુરઉપયોગ થવાથી શાસનરક્ષક અધિષ્ઠાયક દેવની વિનંતીથી પાછળની બે ગાથા સંહરી લેવામાં આવેલ. હાલ પાંચ ગાથાનું આ સ્તોત્ર પૂર્વધરે રચેલ હોવાથી સૂત્ર પણ કહેવાય છે. આ પૂર્વધર ભગવંતે શ્રી કલ્પવૃક્ષની પણ રચનાપૂર્વમાંથી કરેલ છે. તેઓ આર્ય શ્રી સ્થૂલભદ્રસ્વામીજીના વિદ્યાગુરૂ પણ હતા.
પ્રતિક્રમણની વર્તમાન સમાચારીમાં ત્રણ સૂત્રો “શાંતિ” નામવાળા આવે છે. અજિતશાંતિ સ્તવ, લઘુશાંતિ અને બૃહશાંતિ.
બૃહશાંતિ સૂત્રમાં જિનબિંબની પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્રના અંતે બોલવાનું સૂચન છે. આમ છતાં તેની મંગલમયતાને કારણે તે પાક્ષિક, ચાતુર્માસિક અને સંવત્સરી પ્રતિક્રમણ વખતે પણ બોલાય છે. સૂત્રની રચના સંસ્કૃત ભાષામાં છે. તે જો સંહિતાપૂર્વક બોલવામાં આવે તો અત્યંત આફ્લાદક ઉત્પન્ન કરે છે.