________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મથએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય સંદિસાહું ? ‘ઇચ્છ’.
હે ભગવન્ ! સજ્ઝાય ભણું ? આજ્ઞા માન્ય છે.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મર્ત્યએણ વંદામિ. (૧)
૨૪૧
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન ક૨વા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? ‘ઇચ્છું”.
હે ભગવન્ ! હું સજ્ઝાય કરું છું.
(પછી નીચે બેસી એક ‘નવકાર’, ‘ઉવસગ્ગહરં’ ગણી ‘સંસારદાવા’ની સઝાય કહેવી)