________________
૨૪૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત (પ્રકાશિત) કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશ તીર્થકરોનું હુંકીર્તનકરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રી પદ્મપ્રભુસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વરશ્રીધર્મનાથને તથા શ્રી શાંતિનાથનેહું વંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય (સિદ્ધપણું) અને સમ્યગ્દર્શનનો લાભ (બોધિલાભ)અને શ્રેષ્ઠભાવ-સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
૧) લોગસ્સમાં શ્રી તીર્થકર ભગવંતોનું જ ગુણકિર્તને શા માટે? ઉત્તર: શ્રી તીર્થકર ભગવંતો ૧- પ્રધાન રીતે કર્મક્ષયનું કારણ હોવાથી ૨-પ્રાપ્ત થયેલ બોધિની વિશુદ્ધિમાં હેતુ હોવાથી ૩- ભવાંતરમાં બોધિનો લાભ કરાવનાર હોવાથી તેમનું ગુણકિર્તન કરાયેલું છે. ૨) દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ૨૪ તીર્થકરો જ કેમ હોય છે? ઉત્તર : એક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં, ત્રિલોકના નાથ જેવા જિનેશ્વર ભગવંતોને જન્મવા લાયકના સાત ગ્રહનો ઉત્કૃષ્ટસમય ચોવીસ વખત જ આવે છે.