SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિય પાયચ્છિત્ત વિસોહણથૅ કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છું, દેવસિય પાયચ્છિત્ત વિસોહણથં કરેમિ કાઉસ્સગ્ગ, ઈચ્છાપૂર્વક આજ્ઞા આપો ભગવન્ ! દિવસ સંબંધી અતિચારના પ્રાયશ્ચિતની વિશેષ શુધ્ધિ માટે કાયોત્સર્ગ કરું ? આજ્ઞા પ્રમાણ છે. દિવસ સંબંધી પ્રાયશ્ચિતની વિશુધ્ધિ માટે કાઉસ્સગ્ગ કરું છું. કાઉસ્સગ્ગના ૧૬ આગાર (છૂટનું) વર્ણન અન્નત્ય ઊસસિએણં, નીસિએણં, ખાસિએણં, છીએ, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. (૧) સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ સંચાલેહિં, સુહુમેહિં દિટ્ટિ સંચાલેહિં. (૨) એવમાઈ એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસ્સગ્ગો. (૩) જાવ અરિહંતાણં ભગવંતાણં, નમુક્કારેણં, ન પારેમિ. (૪) તાવ કાર્ય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. (૫) ૧- ઉંચો શ્વાસ લેવા વડે, ૨- નીચો શ્વાસ મૂકવા વડે, ૩ - ઉધરસ આવવાથી,૪- છીંક આવવાથી, ૫ - બગાસુ આવવાથી, ૬ – ઓડકાર આવવાથી, ૭– વાછૂટ થવાથી, ૮- ચક્કર આવવાથી, ૯-પિત્તના પ્રકોપ વડે મૂર્છા આવવાથી. (૧) ૧૦ – સૂક્ષ્મ રીતે શરીરનો સંચાર, ૧૧ – થૂંક-કફનો સંચાર, ૧૨ – દૃષ્ટિનો સંચાર થવાથી. (૨)
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy