________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૫
આ સ્તોત્ર રચનાર શ્રી નંદિષેણ મુનિ માનવામાં આવે છે. કોઈ કહે છે તેમ શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં એક નંદિષેણમુનિ થયા છે. વળી કોઈ કહે છે શ્રી મહાવીર સ્વામીના શાસનમાં થયેલા નંદિષણ મુનિ છે. શ્રી શત્રુંજયગિરિની ૬ ગાઉની પ્રદક્ષિણાએ જતાં ચિલ્લાણા તલાવડી પાસે શ્રી શાંતિનાથ પ્રભુ અને શ્રી અજિતનાથ પ્રભુની બે દેરીઓ સામસામે હોવાથી એકમાં ચૈત્યવંદન કરતા બીજાને પૂંઠ પડતી અને તેથી અશાતના થતી. ત્યારે આ સ્તોત્રકારે આ સ્તોત્ર એવી ભક્તિભાવે ગાયું કે બંને દેરીઓ પાસે પાસે જોડાઈ ગઈ.
ઉત્કૃષ્ટકાળે વિહરતા ૧૭૦ જિનેશ્વરો વર્ણ અનુસાર સ્તવેલા છે.
વરકનક શંખ વિદ્રુમ, છેઆ મરકત ઘન સન્નિત્યં વિગત મોહમ્,
'સપ્તતિ શતં જિનાનાં, સર્વામર પૂજિત વંદે (1) ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળા, નીલમ, અને મેઘ જેવા (વર્ણવાળા) મોહ રહિત, સર્વદેવતાઓથી પૂજાયેલ એકસો ને સિત્તેર તીર્થકર ભગવંતોને (આ અવસર્પિણીમાં બીજા શ્રી અજીતનાથ ભગવાનના સમયમાં ૧૭૦ જિનેશ્વર દેવો વિહરતા હતા) હું વંદન કરું છું. (૧)
સાયંકાલીન પ્રતિક્રમણમાં છ આવશ્યક પૂર્ણ થયા પછી “ભગવાનૂહ' આદિ પંચ પરમેષ્ઠિને વંદન કરતા પહેલાં આ સૂત્ર સામુહિક બોલાય છે.
વરકનક' સૂત્રમાં શ્રી જિનેશ્વર દેવોનું બાહ્ય સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે અને તેમના દેહોનો વર્ણ કેવા પ્રકારનો છે તે બતાવ્યું છે. જેમકે કેટલાંક જિનેશ્વરો સુવર્ણ જેવા પીળી છાંટને ધારણ કરનારા છે. કેટલાંક શ્રેષ્ઠ શંખ જેવી શ્વેતરંગછટાને ધારણ કરનારા છે. કેટલાંક શ્રેષ્ઠ પરવાળા જેવી રક્ત છટાને, શ્રેષ્ઠ નીલમ જેવી નીલ રંગ છટાને અને કેટલાક શ્રેષ્ઠ મેધ જેવી શ્યામ રંગછટાને ધારણ કરનારા છે. એ પછી જિનેશ્વરનું આંતરિક સ્વરૂપ “વિગત-મોહ' એવા વિશેષણ દ્વારા બતાવ્યું છે. એ રીતે એમની વીતરાગતાનું સ્મરણ કરવામાં આવ્યું છે. કારણકે ભાવ અરિહંતપણું વીરરાગતાને લીધે જ પ્રગટ થાય છે. છેવટે સર્વ જિનેશ્વરોને સર્વઅમર-પૂજિત વર્ણવ્યા છે. આ વિશેષણદ્વારા તેમને ચાર મૂલ અતિશયોથી યુક્ત સૂચવ્યા છે. પૂજાતિશય અન્ય અતિશયો વિના હોઈ શકે નહીં, એથી તેઓ જ્ઞાનાતિશય, વચનાતિશય અને અપાયાપગમાતિશયની સાથે પૂજાતિશયથી પણ યુક્ત છે, એવું સૂચિત કર્યું છે. સર્વ અમરોથી પૂજિત, એ વિશેષણ દ્વારા આ જિનેશ્વરો સર્વ માઁને તો વિશેષ પ્રકારે પૂજનીય છે- એવો અંતરધ્વનિ છે.
આ વર્ણન યંત્રના સ્મરણ પ્રસંગમાં યોજાયેલું હોઈને યોગ વિદ્યા-વિશારદોને ધ્યાન ધરવામાં ઉપયોગી થઈ શકે તેવું છે. યંત્રને તૈયાર કરતી વખતે આ ગાથા ખાસ બોલવામાં આવે છે.