________________
૨૩૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અંતિમ આશીર્વાદ તે મોએઉ અ નંદિ,
પાવેઉ અ નંદિસેણ અભિનંદિ, પરિસાવિ અ સુહ નંદિ, મમ ય દિસઉ સંજમે નંદિ (૩૭) ગાહા
આ સ્તોત્ર બોલવાના ખાસ પ્રસંગો
પફિખા, ચઉમ્માસિએ,
સંવચ્છરીએ અવસ્ય ભણિઅવ્યો, સોઅવો સવૅહિં, ઉવસગ્ગ નિવારણો એસો (૩૮) ઘણા ગુણોયુક્ત, ઉત્કૃષ્ટ મોક્ષસુખ વડે વિષાદ રહિત, તે યુગલ મારા વિષાદનો નાશ કરો તથા સભાને અને મને પણ અનુગ્રહકરો. (૩). તે યુગલ ભવ્ય જીવોને હર્ષ કરાવો, મંગળ પ્રાપ્ત કરાવો અને નંદિષણને સમસ્ત પ્રકારે આનંદ કરાવો, શ્રોતાજનોની સભાને પણ સુખ સમૃદ્ધિ આપો તથા મને પણ સંયમમાં આનંદ આપો. (૩૭) આ સ્તોત્ર ઉપસર્ગનું નિવારણ કરનાર છે, તેથી પખી, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં અવશ્ય ભણવા યોગ્ય છે અને સર્વે માણસોએ સાંભળવા યોગ્ય છે.(૩૮)
રોજ બંને વખત આ સ્તોત્ર ગણવાથી થતા લાભ જો પઢઈ જો નિસુણઈ, ઉભો કાલંપિ અજિઅ સંતિથયું,
ન હુ હુતિ તસ્સ રોગા, પુલ્વપ્નન્ના વિનાસંતિ (૩૯) જઈ ઇચ્છહ પરમપયું, અહવા કિત્તિ સુવિFર્ડ ભુવણે,
તા તેલુદ્ધરણે, જિણ વયણે આયરે કુણહ. (૪૦) શ્રી અજિતશાંતિ સ્તવનને બંને વખત જે ભણે છે અથવા સાંભળે છે તેને રોગો થતા નથી અને પૂર્વે ઉત્પન્ન થયેલા રોગો પણ નાશ પામે છે. (૩૯) જો તમે પરમપદને અથવા ત્રણ ભુવનમાં વિસ્તાર પામેલી કીર્તિને ઈચ્છો છો, તો ત્રણે લોકનો ઉદ્ધાર કરનાર જિનવચનને વિષે આદર કરો. (૪૦)
અંતિમ ઉપદેશ