________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૩૩
શ્રી અજિતનાથ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિઓ
છત્ત ચામર પડાગ જુઅ જવ મંડિઆ, ઝક્ય વર મગર તુરય સિરિવચ્છ સુ લંછણા,
દીવ સમુદ્ર મંદર દિસાગય સોહિએ, સન્ધિ વસહ સીહ રહ ચક્ક વાંકિયા (૩૨) લલિઅય સહાવ લટ્ટા સમ પઇટ્ટા, અદોસ દુકા, ગુણેહિ જિહા, પસાયા સિટ્ટા, તવેણ પુટ્ટા, સિરીહિ ઇટ્ટા, રિસીહિં જુઠા. (૩૩) વાણવાસિઆ તે તવેણ ધુએ સવ્વપાવયા; સવલોઅ હિઅ મૂલ પાવયા,
સંથુઆ અજિઅ સંતિ પાયયા, હંતુમેસિવ સુહાણ દાયયા (૩૪) અપરાંતિકા
ઉપસંહાર એવં તવ બલ વિલિ, થયું મએ અજિઅ સંતિ જિણ જુઅલ, વવગય કમ્મ રય મલ, ગઈ ગયં સાસયં વિલિ (૩૫) ગાહા છત્ર, ચામર, પતાકા, સૂપ અને જવ વડે શોભિત, શ્રેષ્ઠધ્વજ, મગર, અશ્વ અને શ્રીવત્સ એવા શુભ લંછનવાળા, દીપ, સમુદ્ર, મેરુ પર્વત અને દિગ્ગજ વડે શોભિત, સ્વભાવથી સુંદર, સમતાભાવમાં સ્થિર, દોષથી રહિત, ગુણો વડે શ્રેષ્ઠ, કૃપા કરવામાં શ્રેષ્ઠ, તપ વડે પુષ્ટ, લક્ષ્મીથી પૂજાયેલા, ઋષિઓથી સેવાયેલા, તપ વડે સર્વ પાપોને દૂર કરનારા, સર્વ લોકને હિતનો માર્ગ દર્શાવનારા છે, તે સારી રીતે સ્તુતિ કરાયેલા, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મને મોક્ષસુખ આપનારા થાઓ. (૩૨,૩૩,૩૪) ઉપસંહાર એ પ્રકારે તપના બળથી મહાન, દૂર થયાં છે જેમના કર્મ રૂપ રજ અને મલ દૂર થયા છે, વિસ્તીર્ણ અને શાશ્વત ગતિને પામેલા શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ સ્વામીના યુગલની મેં સ્તવના કરી. (૩૫)
સ્તુતિ કરવાનું ફળ તે બહુગુણ ધ્વસાય, મુમ્બ સુહેણ પરમેણ અવિસાયં, નામેઉ મે વિસાય, કુણઉ આ પરિસાવિ અધ્વસાય (૩૬) ગાહા