________________
૨૩૨
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી શાંતિનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલી સ્તુતિ
થુઅ વંદિઅયસ્સા, રિસિગણ, દેવગણેહિં, તો દેવવહુહિં, પયઓ પણમિઅસ્સા, જસ્ટ જગુત્તમ સાસણઅસ્સા, ભત્તિ વસાગય પિંડિઅયાહિં, દેવ વરચ્છ૨સા બહુઆહિં, સુરવર રઇગુણ પંડિઅયાહિં (૩૦) ભાસુરયં વંસસદ તંતિતાલ મેલિએ,
તિઉક્ખરા ભિરામ સદ્દમીસએ કએ અ, સુઇ સમાણણે અ સુદ્ધ સજ્જગીય પાય જાલ ઘંટિઆહિં, વલય મેહલા કલાવ નેઉરાભિરામ સદ્દમીસએ કએ અ, દેવ નટ્ટિઆહિં હાવભાવ વિષ્મમ પગારએહિં, નચ્ચિઉણ અંગહારએહિં,
વંદિઆ ય જસ્ટ તે સુવિક્કમા કમા,
તયં તિલોય સવ્વસત્ત સંતિકારયું, પસંત સવ્વપાવ દોસમેસ હૈં, નમામિ સંતિમુત્તમં જિણું (૩૧) નારાયઓ
દેવોને ઉત્તમ પ્રકારની પ્રીતિ ઉત્પન્ન કરવામાં કુશલ એવી સ્વર્ગની અનેક સુંદરીઓ ભક્તિવશાત્ એકત્ર થાય છે. તેમાંની કેટલીક વાંસળી વગેરે શુષિર વાદ્યો વગાડે છે, કેટલીક તાલ વગેરે ઘન વાદ્યો વગાડે છે અને કેટલીક નૃત્ય કરતી જાય છે અને પગમાં પહેરેલા જાલબંધ ઘૂઘરાના અવાજને કંકણ, મેખલા-કલાપ અને નૂપુરના અવાજમાં મેળવતી જાય છે. તે વખતે જેનાં મુક્તિ આપવાને યોગ્ય, જગતમાં ઉત્તમ શાસન કરનારા તથા સુંદર પરાક્રમશાળી ચરણો પ્રથમ ઋષિઓ અને દેવતાઓના સમૂહ વડે સ્તવાય છે તથા વંદાય છે, પછી દેવીઓ વડે પ્રણિધાનપૂર્વક પ્રનમાય છે અને તત્પશ્ચાત્ હાવ, ભાવ, વિભ્રમ અને અંગહાર કરતી દેવર્તિકાઓ વડે વંદાય છે, તે ત્રિલોકના સર્વ જીવોને શાંતિ કરનારા, સર્વ પાપો અને દોષોથી રહિત ઉત્તમ જિન ભગવાન્ શ્રીશાંતિનાથને હું પણ નમસ્કાર કરું છું. (૩૦,૩૧)