________________
૨૩૧
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દેવસુંદરીહિં પાય વંદિઆહિં, વંદિયા ય જસ્ટ તે સુવિક્કમા કમા, અપ્પણો નિડાલએહિં, મંડણોઙણ પગારએહિં કેહિ કેહિં વિ, અવંગ તિલય પત્તલેહ નામએહિં ચિલ્લએહિં સંગયં ગયાહિં, ભત્તિ સન્નિવિટ્ટ વંદણાગયાહિં હુંતિ તે વંદિઆ પુણો પુણો (૨૮) નારાયઓ. તમહં જિણચંદ, અજિયં જિઅમોહં, ય સવ્વુકિલેસં, પયઓ પણમામિ (૨૯) નંદિઅયં
આકાશના અંતરાલમાં વિચરનારી, મનોહર હંસલીની જેમ ચાલનારી, પુષ્ટ એવા નિતંબો અને સ્તનો વડે શોભતી, કલાયુક્ત ખીલેલા કમલ-પત્રો જેવા નયનોવાળી, મોટા અને અંતર-રહિત સ્તનોના ભાર વડે નમી ગયેલ શરી૨ વેલડીવાળા, મણિ અને સુવર્ણની બનાવેલ ઢીલી મેખલા (કંદોરા) વડે શોભાયમાન નિતંબ–પ્રદેશવાળા, શ્રેષ્ઠ ઘુઘરીઓવાળા ઝાંઝર અને ટપકીવાળા કંકણ (કંડા) વડે સુશોભિત એવી, પ્રીતિ ઉપજાવનારી, ચતુર જનના મનને હરનારી, સુંદર દર્શનવાળી, જિન-ચરણોને નમવા માટે તત્ત્પર થયેલી, આંખમાં કાજળ, કપાળમાં તિલક તથા સ્તન-મંડળ પર પત્રલેખા એવા વિવિધ પ્રકારના આભૂષણોવાળી, દેદીપ્યમાન, માપસરનાં અંગોવાળી અથવા વિવિધ નાપ્ય કરવાને તત્ત્પર થયેલી તથા (અલંકાર દ્વારા શરીરના) કિરણોના સમૂહવાળી, આભૂષણની રચનાના પ્રકારો વડે, તે વળી કેવા કેવા પ્રકારો ? અપાંગતિલક (આંખમાં કાજળ) અને પત્રલેખા (કપાળે તિલક) નામ વડે દેદીપ્યમાન પ્રમાણોપેત અંગવાળી, ભક્તિ-પૂર્ણ, વંદન માટે આવેલી દેવાંગનાઓએ, પોતાના લલાટો વડે, જેમના સમ્યક્ પરાક્રમવાળા ચરણો વાંધેલા છે તથા ફરી ફરી વાંદેલા છે જેમના સર્વ દુઃખોનો નાશ કરનાર, તે મોહને સર્વથા જિતનારા, તેવા શ્રી જિનેશ્વર શ્રી અજિતનાથને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું. (૨૬,૨૭,૨૮,૨૯)