________________
૨૩૦
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
દેવ દાણવ નરિદ વંદિય,
સંતિ મુત્તમ મહાતવ નમે (૨૫) ખિત્તય. ઉત્તમ વિમાનોમાં બેસીને, સોનાના દિવ્ય રથોમાં આરૂઢ થઈને તથા સેંકડો ઘોડાના સમૂહ પર સવાર થઈને જેઓ શીધ્ર આવેલા છે અને ઝડપથી નીચે ઊતરવાને લીધે જેમનાં કાનનાં કુંડલ, બાજુબંધ અને મુગટ ક્ષોભ પામીને ડોલી રહ્યા છે તથા ચંચલ બન્યા છે, તથા મસ્તક પર ખાસ પ્રકારની સુંદર માળાઓ ધારણ કરેલી છે, જેઓ (અરસ્પરસ) વૈર-વૃત્તિથી મુક્ત અને ઘણી ભક્તિવાળા છે, જેઓ ત્વરાથી એકઠા થયેલા છે, અને ઘણો વિસ્મય પામેલા છે તથા સકલ સૈન્ય-પરિવારથી યુક્ત છે, જેમનાં અંગો ઉત્તમ જાતિનાં સુવર્ણ અને રત્નોથી બનેલા પ્રકાશિત અલંકારો વડે દેદીપ્યમાન છે, જેઓનાં ગાત્ર ભક્તિભાવથી નમેલાં છે તેવા સુરોના અને અસુરોના સંઘો જે જિનેશ્વર પ્રભુને વંદીને , સ્તવીને, ત્રણ વાર પ્રદક્ષિણા દેવા પૂર્વક ફરીને, નમીને અત્યંત હર્ષપૂર્વક પોતાનાં ભવનોમાં પાછા ફરે છે, તે રાગ-દ્વેષ-ભય-મોહવર્જિત અને દેવેન્દ્રો, દાનવેંદ્રો અને નરેંદ્રોથી વંદિત શ્રેષ્ઠ મહાનું તપસ્વી અને મહામુનિ શ્રી શાંતિનાથ ભગવાનને હું પણ અંજલિપૂર્વક નમસ્કાર કરે છું. (૨૨-૨૩-૨૪) તે ભગવંતને, જેઓ મહામુનિ છે, રાગ, દ્વેષ, ભય અને મોહથી રહિત છે, દેવ, દાનવ અને રાજા વડે વંદાયેલા છે, શ્રેષ્ઠ અને વિશાળ તપવાળા એવા શ્રી શાંતિનાથને અંજલી કરીને, હું નમસ્કાર કરું છું.(૨૫)
શ્રી અજિતનાથ પ્રભુની દેવાંગનાઓએ કરેલ સ્તુતિ અંબરંતર વિઆરણિઆહિં, લલિઅ હંસ વહુ ગામિણિ આહિં,
પણ સોણિ થણ સાલિણિ આહિં, સકલ કમલ દલ લોઅણિઆહિ; (૨) દીવયં. પણ નિરંતર થણભર વિણમિય ગાય લઆહિં, મણિ કંચણ પસિઢિલ મેહલ સોહિએ સોણિતડાહિં, વર ખિખિણિ નેઉર સતિલય વલય વિભૂણિ આહિ, રઇકર ચઉર મરોહર સુંદર દંસણિઆહિં (૨૭) ચિત્તખરા.