________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અભયં, અણુ ં, અરયં, અરુયં, અજિયં અજિતં, પયઓ પણમે (૧) વિજ્જુવિલસિયં
૨૨૯
નિશ્ચલતા પૂર્વકની ભક્તિથી, નમેલા મસ્તક પર બે હાથ જોડી વંદન કરતા મુનિઓના સમુહ વડે સ્તુતિ કરાયેલા, ઈન્દ્ર, કુબેર અને ચક્રવર્તી વડે ઘણી વાર સ્તુતિ કરાયેલા, વંદાયેલ અને પૂજાયેલ, તપ વડે તત્કાળ ઉદય પામેલ શરદઋતુના સૂર્યની પ્રભાથી અધિક કાંતિવાળા, આકાશમાં વિચરતા ભેગા થયેલા ચારણ મુનિઓના મસ્તક વડે વંદાયેલા, અસુરકુમાર સુવર્ણકુમાર વગેરે ભવનપતિ દેવો વડે ઉત્કૃષ્ટ વંદન કરાયેલા, કિન્નર અને મહો૨ગ વગેરે વ્યંતર દેવો વડે નમસ્કાર કરાયેલા, સેંકડો ક્રોડ વૈમાનિક દેવો વડે સ્તુતિ કરાયેલ, શ્રમણ સંઘ વડે વિધિ પૂર્વક વંદાયેલ, ભય રહિત, પાપ રહિત, આસક્તિ રહિત, રોગ રહિત, કોઈથી પરાભવ ન પામેલા એવા શ્રી અજિતનાથને આદર વડે પ્રમાણ કરું છું. (૧૯,૨૦,૨૧)
દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ આગયા વરવિમાણ દિવ્વકણગ રહતુરય પહકર સએહિં હુલિયં, સસંભમો અરણ ખુભિઅ લુલિઅ ચલ કુંડલં ગય તિરીડ સોહંત મઉલિ માલા (૨૨) વેઢઓ.
જં સુરસંધા, સાસુર સંધા વેરવિઉત્તા ભત્તિ સુજુત્તા, આયર ભૂસિઅ, સંભમ પિંડિઅ, સુટ્ટુ સુવિશ્વિઅ સવ્વબલોઘા, ઉત્તમ કંચણ રયણ પરૂવિઅ ભાસુર ભૂસણ ભાસુર અંગા, ગાય સમોણય ભત્તિવસાગય પંજલિ પેસિય
સીસપણામા (૨૩) રયણમાલા,
વંદિઊણ થોઊણ તો જિણું, તિગુણમેવ ય પુણો પયાહિણં, પણમિઊણ ય જિર્ણ સુરાસુરા, પમુઇઆ સભવણાઈ તો ગયા (૨૪) ખિત્તયં તં મહામુણિ મહંપિ પંજલી, રાગદોસ ભય મોહ વજ્જિયં,