________________
૨૨૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
રૂવગુણેહિં પાવઈ ન તં તિઅસ ગણવઈ, સાર ગુણહિં પાવઈ ન ત ઘરણિ ધરવઈ, (૧૭) ખિજ્જિયં
તિર્થીવર પવત્તયં, તમરય રહિયું, ધીરજણ ડ્યુઅસ્થિબં, ચુઆ કલિ કલુસ,
સંતિસુહ પ્રવત્તયં તિગરણ પયઓ, સંતિમહં મહામુણિ સરણ મુવણ મે (૧૮). લલિઅય નિર્મળ ચંદ્રની પ્રભા કરતાં વધુ સૌમ્યતાવાળા, આવરણરહિત સૂર્યના કિરણથી વધુ તેજવાળા, ઈન્દ્રોના સમૂહથી અધિક રૂપવાળા, મેરુ પર્વતથી વધુ દઢતાવાળા, નિરંતર આત્મબળમાં અજીત, શારીરિક બળમાં પણ અજીત, તપ અને સંયમમાં પણ અજીત, એવા શ્રી અજિતનાથ જિનેશ્વરની હું સ્તવના કરું છું. (૧૫,૧૬) સૌમ્ય ગુણ વડે જેમને નવીન શરદઋતુનો ચંદ્ર પણ ન પામી શકે, તેજ ગુણ વડે જેમને નવીન શરદઋતુનો સૂર્યપણ ન પામી શકે, રૂપના ગુણ વડેઈન્દ્રપણ તેમને ન પામી શકે અને દઢતાના ગણ વડે મેર પર્વત પણ તેમને પામી શકે નહિ. જેઓ શ્રેષ્ઠ તીર્થના પ્રવર્તક છે, કર્મ રૂપરજથી રહિત છે, ધીર પુરુષો વડે સ્તુતિ કરાયેલ અને પૂજાયેલ છે, જેના મલિનતા અને વૈર દૂર થયા છે, જેઓ શાંતિ અને સુખને ફેલાવનારા છે. મોક્ષના પ્રવર્તક મહામુનિ એવા શ્રી શાંતિનાથનું મન, વચન, કાયાની એકાગ્રતાપૂર્વક હું શરણ સ્વીકારું છું. (૧૭,૧૮)
દેવકૃત ભક્તિ વર્ણનથી શ્રી અજિતનાથ પ્રભુની સ્તુતિ વિણ ઓણય સિરરઈ અંજલિ રિસિગણ સંયુયં થિમિય, વિબુહા હિવ ઘણવઈ નરવ થુઆ મહિ અચ્ચિયં બહુસો, અધરૂગ્ગય સરય દિવાયર સહિઅ સપ્ટભં તવસા,
ગયણે ગણ વિયરણ સમુઈએ ચારણ વંદિયં સિરસા (૧૯) કિસલયમાલા
અસુર ગરૂલ પરિવંદિય, કિન્નરોરગ નમંસિયું, દેવકોડિસય સંયુય, સમણસંઘ પરિવંદિયં (૨૦) સુમુહ