________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પિંજર પવર લક્ષ્મણો ચિઅ સોમ ચારુ રૂવં, સુઈસુહ મણાભિ રામ પરમ રમણિજ્જ વર દેવ દુંદુહિ નિનાય મહુરયર સુહિંગર (૯) વેઢુઓ. અજિઅં જિઆરિગણું, જિઅ સવ્વભયં ભવોરિઉં, પણમામિ અહં પયઓ,
પાવં પસમેઉ મે ભયવં (૧૦) રાસાલુદ્ધઓ.
૨૨૫
આ ગાથામાં પ્રભુનું રાજરાજેશ્વ૨પણું દર્શાવવામાં આવ્યું છે. જેઓ દીક્ષા લીધાં પહેલાં શ્રાવસ્તી (અયોધ્યા)ના રાજા હતા, જેમનું સંસ્થાન શ્રેષ્ઠ હાથીના કુંભસ્થળ જેવું પ્રશસ્ત અને વિસ્તીર્ણ હતું, જેમની છાતીમાં નિશ્ચલ શ્રીવત્સ હતું, જેમની ચાલ મદ ગળતા અને લીલાએ ચાલતા ઉત્તમ ગંધ હસ્તીની ગતિ જેવી મનોહર હતી, જે સર્વ રીતે પ્રશંસાને યોગ્ય હતા, જેમની ભુજાઓ હાથીની સૂંઢ જેવી દીર્ઘ અને ઘાટીલી હતી, જેમનાં શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણની કાંતિ જેવો સ્વચ્છ પીળો હતો, જેમની વાણી કાનને પ્રિય, સુખકારક, મનને આનંદદાયક, અતિમણીય અને શ્રેષ્ઠ એવા દેવદું દુભિના નાદથી પણ અતિમધુર અને મંગલમય હતી. જેઓ અંતરના શત્રુઓ પર જય મેળવનારા હતા, જેઓ સર્વ ભયોને જિતનારા હતા, જેઓ ભવ-પરંપરાના પ્રબળ શત્રુ હતા, એવા શ્રીઅજિતનાથ ભગવાનને હું મન, વચન અને કાયાના પ્રણિધાન-પૂર્વક નમસ્કાર કરું છું અને વિજ્ઞપ્તિ કરું છું કે ‘હે ભગવન્ ! તમે મારાં અશુભ કર્મોનું શમન કરો. (૯,૧૦)
શ્રી શાંતિનાથની સ્તુતિ (નિવાસસ્થાન, નગરી, પરિવાર, ઋદ્ધિ વગેરેનું વર્ણન) કુરુજણવય હત્થિણાઉર નરીસરો પઢમં તઓ મહાચક્ક
વિટ્ટભોએ, મહપ્પ ભાવો,
જો બાવત્તરિ પુરવર સહસ્ય વરનગર નિગમ જણવયવઇ, બત્તીસા રાયવર સહસ્સા ણુયાય મગો,