________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૨૩
સર્વ ભયોને જીતનાર એવા શ્રી અજિતનાથને અને સર્વ રોગો અને પાપોનું પ્રશમન કરનાર એવા શ્રી શાંતિનાથને, વળી જગતના ગુરૂ અને વિક્નોનું ઉપશમન કરનારા એવા બંને જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. (૧) વીતરાગ, મહાતપો તપથી નિર્મલ સ્વભાવ પ્રાપ્ત કરનાર, નિરુપમ અને મહાન પ્રભાવવાળા, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા બંને જિનેશ્વરોની હું સ્તવના કરીશ. (૨) સર્વ દુઃખોનું પ્રશમન કરનાર, સર્વ પાપોનું પ્રશમન કરનાર, અને સદા અખંડ શાંતિધારણ કરનાર શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથને સદા નમસ્કાર થાઓ. (૩) સ્તુતિનું માહાત્મ, નમસ્કારની યોગ્યતાનાં કારણ અને સ્તુતિ કરવાની ખાસ ભલામણ
અજિઅ જિણ! સુહપ્પવરણ, તવ પુરિસુત્તમ!
નામકિત્તણે, તહ ય ધિઈ મઈષ્મ વત્તણું, તવ ય જિગુત્તમ સંતિ કિન્તર્ણ (૪) માગહિઆ કિરિઆ વિહિ સંચિઅ કમ્પ કિલેસ વિમુકુખયાં, અજિઅનિચિ ચ ગુણહિં મહામુણિ સિદ્ધિગયું
અજિઅસ્સ ય સંતિ મહામુણિણો વિઅ સંતિકર, સયયં મમ નિવુઈ કારણથં ચ નમં સણય (૫) આલિંગણય. પુરિસા! જઇ દુફખવારણ, જઈ ય વિમગ્ગહ સુખ કારણે,
અજિસં સંતિ ચ ભાવઓ, અભયકરે સરણે પવન્જહા () માગહિઆ. હે અજિત જિનેશ્વર! પુરુષોત્તમ! તમારા નામનું કીર્તન સુખને પ્રવર્તાવનારું અને સ્થિરતાવાળી બુદ્ધિ પ્રવર્તાવનારું છે. તે જિનોત્તમ ! શ્રી શાંતિનાથ ! તમારું કીર્તન પણ એવું જ છે. (૪) કાયિકી આદિ પચ્ચીશ પ્રકારની ક્રિયાઓ વડે સંચિત થયેલાં કર્મની પીડાથી સંપૂર્ણ મૂકાવનારું, સર્વોત્કૃષ્ટ, “સમ્યગદર્શનાદિ ગુણોથી પરિપૂર્ણ, મહામુનિઓની અણિમાદિ આઠે સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનારું, તથા શાંતિકર એવું શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનનું પૂજન મને સદા મોક્ષનું કારન હો. (૫-૬)